હત્યાની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર જનાર્દન સોનાવણેની ટીમ ઉત્તર પ્રદેશના કોરાકટથી આરોપી રાજકુમારને પકડી લાવી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભિવંડીમાં પાવરલૂમના બાવન વર્ષના માલિક ફરાખ ઇખલાક અહમદ શેખની ૧૭ એપ્રિલે થયેલી હત્યાના કેસમાં ભિવંડી પોલીસ તેના જ ૨૧ વર્ષના કર્મચારી રાજકુમાર રાજેન્દ્ર રામને ઉત્તર પ્રદેશથી પકડી લાવી હતી. તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, પણ સાથે એનું કારણ આપતાં કહ્યું હતું કે માલિક તેની પાસે સેક્સ્યુઅલ ફેવર માગતો હતો એટલે તેના ત્રાસથી કંટાળીને તેની હત્યા કરી હતી.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમરસિંહ જાધવે કહ્યું હતું કે ‘આ હત્યાની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર જનાર્દન સોનાવણેની ટીમ ઉત્તર પ્રદેશના કોરાકટથી આરોપી રાજકુમારને પકડી લાવી હતી. તે ફરાખને ત્યાં કામ કરતો હતો. તેનું કહેવું હતું કે ફરાખ તેની પાસે સેક્સ્યુઅલ ફેવર માગતો હોવાથી તેણે તેનાથી છુટકારો મેળવવા પ્લાન કરીને તેનું અપહરણ કર્યું હતું અને પછી તેની હત્યા કરી હતી. એ પછી તેના મૃતદેહને કારીવલી ગામ નજીકની ખાડીમાં ફગાવી દીધો હતો.’

