દુકાનજી અનેક રેકૉર્ડ તેમના નામે ધરાવે છે. મૂછો પર તેઓ મીણબત્તીઓને નચાવે છે અને આવું કરનારી તેઓ દેશમાં એકમાત્ર વ્યક્તિ છે.
પ્રયાગરાજમાં રાજેન્દ્રકુમાર તિવારી ઉર્ફે દુકાનજીએ માથા પર વિવિધ વૃક્ષોની ડાળ લગાવીને ઝાડ વાવવા સંદેશ આપ્યો
આજે દુનિયાભરમાં વર્લ્ડ અર્થ ડે મનાવવામાં આવશે ત્યારે ગઈ કાલે પ્રયાગરાજમાં રાજેન્દ્રકુમાર તિવારી ઉર્ફે દુકાનજીએ માથા પર વિવિધ વૃક્ષોની ડાળ લગાવીને ઝાડ વાવવા અને વૃક્ષારોપણ કરવાનો સંદેશ આપ્યો હતો. વૃક્ષો વિના દુનિયાનો નાશ થશે એવો સંદેશ તેમણે આપ્યો હતો. દુકાનજી અનેક રેકૉર્ડ તેમના નામે ધરાવે છે. મૂછો પર તેઓ મીણબત્તીઓને નચાવે છે અને આવું કરનારી તેઓ દેશમાં એકમાત્ર વ્યક્તિ છે.
લગ્ન માટે પગપાળા ઊપડ્યાં વર-કન્યા
ADVERTISEMENT
કાશ્મીરના રામબન જિલ્લામાં ક્લાઉડબર્સ્ટને કારણે થયેલા ભૂસ્ખલન અને પૂરને કારણે રસ્તાઓ બ્લૉક થઈ ગયા છે એને લીધે ગઈ કાલે જેમનાં લગ્ન નિર્ધારિત હતાં એવાં દુલ્હા-દુલ્હન પોતાના વિવાહસ્થળે તથા મૅરેજ પછી ઘરે પગપાળા જતાં જોવા મળ્યાં હતાં.
સર્વ શક્તિ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને ટ્રસ્ટીઓની થઈ નિયુક્તિ
સર્વ શક્તિ ફાઉન્ડેશને એનાં વધતાં સમાજહિતાર્થ તેમ જ જનહિતાર્થ કાર્યો અને બે વર્ષના અનુભવનને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશનનાં પ્રમુખપદે નિશા સોનીની સર્વાનુમતે વરણી કરી છે. સાથે છેલ્લાં બે વર્ષથી ટ્રસ્ટને સતત સાથ આપતી આઠ વ્યક્તિઓ બિપિન પંચાલ, રેખા સેજપાલ, મહેશ રાજદે, ડોલર સોની, નીલમ રાજદે, ચેતન મહેતા, નિર્મલા વાઘેલા અને મીનાક્ષી કોટેચાની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હી તર મહારાષ્ટ્રાચી ભક્તિ
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના નિર્ણયનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે જોરદાર વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમના ઘર નજીકના શિવાજી પાર્ક મેદાન પાસે ગઈ કાલે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતું બૅનર જોવા મળ્યું હતું.
તસવીર: આશિષ રાજે

