Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૂંટની ધમકી આપીને ધાર્મિક વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરનાર યુવાનને ભિવંડી પોલીસે ઝડપ્યો

લૂંટની ધમકી આપીને ધાર્મિક વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરનાર યુવાનને ભિવંડી પોલીસે ઝડપ્યો

Published : 19 July, 2026 08:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ વિડિયો જોતજોતાંમાં વાઇરલ થઈ ગયો હતો અને હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાઈ હતી

હુસેન શેખ પાસે પોલીસે માફી મગાવીને એ વિડિયો અપલોડ કરાવ્યો.

હુસેન શેખ પાસે પોલીસે માફી મગાવીને એ વિડિયો અપલોડ કરાવ્યો.


ભિવંડીના પદમાનગરમાં શુક્રવારે રાતે પાનની દુકાન પર થયેલા મામૂલી વિવાદને લઈને હુસેન શેખ નામના યુવાને એ ઘટનાનો વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો એટલું જ નહીં, તેણે લૂંટ ચલાવવાની ધમકી પણ આપી હતી અને હિન્દુ ધર્મને વખોડતી કમેન્ટ પણ કરી હતી. 

એ વિડિયો જોતજોતાંમાં વાઇરલ થઈ ગયો હતો અને હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાઈ હતી. એથી સોશ્યલ મીડિયામાં જ તેના એ કૃત્યને વખોડવામાં આવ્યું હતું. વળી વિડિયો વાઇરલ થયા બાદ અનેક હિન્દુઓએ એ વિશે ઑબ્જેક્શન લીધું હતું. આ બાબતની જાણ ભિવંડી સિટી પોલીસને થતાં એણે જાતે જ તપાસ ચાલુ કરી હતી. બહુ ટૂંક સમયમાં પોલીસે ટેક્નિકલ હેલ્પ લઈ ટ્રેસ કરીને તેને ઝડપી લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેનો આ જ બાબતે હાથ જોડીને માફી માગતો વિડિયો બનાવડાવ્યો હતો અને તેના જ સોશ્યલ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK