Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાળાસફાઈના કામનું નિરીક્ષણ કરવા કારના કાફલા સાથે પહોંચેલા BJPના અમીત સાટમ ટ્રોલ થયા

નાળાસફાઈના કામનું નિરીક્ષણ કરવા કારના કાફલા સાથે પહોંચેલા BJPના અમીત સાટમ ટ્રોલ થયા

Published : 13 May, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોંમાં ચાંદીનો ચમચો લઈને જન્મેલા લોકોએ અમને શિખામણ આપવાની જરૂર નથી એમ કહીને NCP (SP)ના રોહિત પવારને અમીત સાટમે વળતો જવાબ આપ્યો

ઈસ્ટર્ન સબર્બ્સમાં વરસાદ પહેલાં નાળાસફાઈનું કામ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે કેમ એની ચકાસણી માટે નીકળેલા અમીત સાટમનો કાફલો.

ઈસ્ટર્ન સબર્બ્સમાં વરસાદ પહેલાં નાળાસફાઈનું કામ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે કેમ એની ચકાસણી માટે નીકળેલા અમીત સાટમનો કાફલો.


નાળાસફાઈના કામના ઇન્સ્પેક્શન માટે સરકારી અધિકારીઓ સાથે ગયેલા મુંબઈ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ અમીત સાટમ અને તેમની કારનો કાફલો જોઈને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય રોહિત પવારે ટોણો માર્યો હતો. અમીત સાટમે ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર બહુ સ્પષ્ટ શબ્દોમાં એનો જવાબ આપ્યો હતો.

કાફલાનો વિડિયો દર્શાવીને રોહિત પવારે લખ્યું હતું કે ‘આદરણીય વડા પ્રધાન મોદીસાહેબના અને મુખ્ય પ્રધાનસાહેબના આહ્‍વાનને મુંબઈ BJPના અધ્યક્ષ અમીત સાટમનો પચીસ કારના કાફલા સાથે જોરદાર પ્રતિસાદ. કદાચ તેમની ગાડીઓ પાણીથી ચાલતી હશે. હવે શાકને પાણીમાં કઈ રીતે વઘારવું એનો ડેમો પણ BJPના નેતાઓએ જલદીથી જનતાને આપવો.’



સોશ્યલ મીડિયા પર અમીત સાટમે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘રસ્તા પરથી પસાર થતાં બધાં વાહનો અમારા કાફલાનો ભાગ હોય એવું દેખાડવાનો તમારો પ્રયાસ થઈ રહ્યો છે. કાફલામાં ચોક્કસપણે સાતથી ૮ વાહનો હતાં, પરંતુ તમે રસ્તા પરનાં બધાં વાહનોને અમારાં વાહનો તરીકે બતાવીને પચીસ વાહનોના કાફલાની વાત ઊપજાવી કાઢી છે. અમે એક સામાન્ય મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાંથી મુંબઈની સેવા કરવા માટે અહીં આવ્યા છીએ. હું ૨૧ વર્ષની ઉંમરે બારામતી ઍગ્રો જેવી કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) બન્યો નથી, હું સંઘર્ષ કરીને અહીં પહોંચ્યો છું. તેથી ચાંદીની ચમચી સાથે જન્મેલા લોકોએ અમને ભાષણ આપવાની બિલકુલ જરૂર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK