બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જુહુના નૉર્થ-સાઉથ રોડ પર કાપોલે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા અજય દેવગનના ૭૮૦૨ સ્ક્વેરફુટમાં ફેલાયેલા બંગલાના ગેરકાયદે ભાગોને તોડી પાડ્યા છે.
અજય દેવગનના બંગલાના ગેરકાયદે ભાગોને તોડી પાડ્યા
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જુહુના નૉર્થ-સાઉથ રોડ પર કાપોલે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા અજય દેવગનના ૭૮૦૨ સ્ક્વેરફુટમાં ફેલાયેલા બંગલાના ગેરકાયદે ભાગોને તોડી પાડ્યા છે. BMCએ આ બાંધકામ વિશે સ્ટૉપ-વર્ક નોટિસ ઇશ્યુ કર્યાના થોડા દિવસો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
BMCના જણાવ્યા મુજબ બંગલામાં કરાયેલા ઇન્ટર્નલ ઑલ્ટરેશન, પાર્ટિશન-વૉલ્સ, વિન્ડો-મૉડિફિકેશન અને અન્ય સ્ટ્રક્ચર BMCની પરવાનગી વગર જ ઊભાં કરી દેવાયાં હતાં. એથી BMCએ ૧૦ સપ્ટેમ્બરે તાત્કાલિક અમલમાં આવે એ રીતે સ્ટૉપ વર્કની નોટિસ ઇશ્યુ કરી હતી અને એ માટેના વૅલિડ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવા કહ્યું હતું. એના જવાબમાં મિલકતના માલિકો દ્વારા આપવામાં આવેલો ખુલાસો K-વેસ્ટ વૉર્ડ ઑફિસ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૨ ઑક્ટોબરે BMCના કર્મચારીઓએ હથોડા વડે JVPD સ્કીમ સ્થિત આ મિલકતમાં ગેરકાયદે બનાવેલી સિપોરેક્સ બ્લૉકની દીવાલો તોડી પાડી હતી. BMCએ નૉર્થ-સાઉથ રોડ પર કાપોલે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કરવામાં આવેલી તોડફોડની તસવીરો તેમ જ મિલકતમાલિકોને આપવામાં આવેલી નોટિસો પણ જાહેર કરી છે.
