Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઇરાઇઝ બિલ્ડિંગોમાં વધતી જતી આગની ઘટનાઓ સામે હાઈ પ્લાનિંગ

હાઇરાઇઝ બિલ્ડિંગોમાં વધતી જતી આગની ઘટનાઓ સામે હાઈ પ્લાનિંગ

Published : 27 February, 2026 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCએ બનાવી ફાયર-બ્રિગેડને અપગ્રેડ કરવાની મોટી યોજના: પાણીને બદલે ફોમથી આગ બુઝાવવામાં આવશે, આગનો વ્યાપ જોવા ડ્રોનની ખરીદી થશે અને નવાં હાઈ-ટેક વાહનો મેળવવામાં આવશે

હાઇરાઇઝ બિલ્ડિંગો

હાઇરાઇઝ બિલ્ડિંગો


મુંબઈનાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગની ઘટનાઓમાં વધારો થયો હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એને પહોંચી વળવા કૉમ્પ્રેસ્ડ ઍર ફોમ સિસ્ટમ (CAFS), ડ્રોન અને લેટેસ્ટ વાહનો સાથે ફાયર-બ્રિગેડને અપગ્રેડ કરવાની યોજના બનાવી છે. ૨૦૨૬-’૨૭ના બજેટમાં ફાળવવામાં આવેલા ૨૩૦.૯૦ કરોડ રૂપિયા સાથે નવાં ફાયર-સ્ટેશનો, હાઈ-રીચ સીડીઓ અને ફર્સ્ટ રિસ્પૉન્સ એન્જિન મુંબઈના વધતા જતા વર્ટિકલ લૅન્ડસ્કેપમાં ઝડપી, સુરક્ષિત અને ફાસ્ટ રિસ્પૉન્સ આપશે.

કૉમ્પ્રેસ્ડ ઍર ફોમ સિસ્ટમ



BMCએ ફાયર-બ્રિગેડને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે કૉમ્પ્રેસ્ડ ઍર ફોમ સિસ્ટમ (CAFS)નો સમાવેશ કરવાની યોજના બનાવી છે. પરંપરાગત પાણીઆધારિત પદ્ધતિઓથી વિપરીત CAFS ઉચ્ચ દબાણવાળા ફોમનો ઉપયોગ કરે છે જે ઊંચા માળ સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકે છે. એ પાણીના વપરાશને અને નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ સિસ્ટમ ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડિંગો માટે યોગ્ય છે, જ્યાં લિમિટેડ એન્ટ્રી અને આગને ઓલવવા ઝડપી નિયંત્રણની જરૂર પડે છે.


હાઈ-ટેક વાહનો

BMCએ હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગ લાગે ત્યારે રેસ્ક્યુ અને ફાયર-ફાઇટિંગ વધુ સારી રીતે થઈ શકે એ માટે ૩૨ મીટર અને ૪૦ મીટરની ટર્નટેબલ સીડી સહિત પાંચ હાઈ-ટેક ફાયર-એન્જિન અને વાહનોની ખરીદી પણ શરૂ કરી છે. ૨૪ મીટર હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ અને ઇન-બિલ્ટ હાઇરાઇઝ પમ્પ સાથે ૪ ફર્સ્ટ રિસ્પૉન્સ વ્હીકલ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. ૨૫૦ મીટર સુધી પાણી પહોંચાડવા માટે સક્ષમ ૧૧ ઍડ્વાન્સ્ડ ફર્સ્ટ રિસ્પૉન્સ ફાયર-એન્જિન માટે પણ ટેન્ડર મગાવવામાં આવ્યાં છે, જ્યારે આપત્તિ-સ્થળો માટે હાઈ-પ્રેશર પમ્પ અને લાઇટિંગ સાથે ૪ સપોર્ટ વાહનો હાલમાં ખરીદવામાં આવી રહ્યાં છે.


ડ્રોન

આ ઉપરાંત BMC હાઇરાઇઝ બિલ્ડિંગોમાં લાગેલી આગ પર નજર રાખવા, આગનો વ્યાપ જોવા અને ખરેખર સિચુએશન કેવી છે, શું કરી શકાય, આગ ઓલવવા કેવાં પગલાં લેવાં પડશે એ જાણવા ડ્રોન તહેનાત કરશે.

નવાં ફાયર-સ્ટેશનો

BMCએ જણાવ્યું હતું કે LBS રોડ, કાંજુરમાર્ગ-વેસ્ટ ખાતે નવું ફાયર-સ્ટેશન પૂરું થવાના આરે છે, જ્યારે મુંબઈ કોસ્ટલ રોડ (સાઉથ) નજીક એક બીજા સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જુહુતારા રોડ, સાંતાક્રુઝ-વેસ્ટ, માહુલ રોડ, ચેમ્બુર અને તિલકનગર ખાતે વધારાનાં ફાયર-સ્ટેશનોનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK