મુંબઈમાં શો પછી કામરાને ધમકીઓ મળી રહી છે. તે તમિલનાડુનો રહેવાસી છે તો એ પરિસ્થિતિમાં તેનું નિવેદન ચેન્નઈમાં પણ રેકૉર્ડ કરી શકાય છે.
કુણાલ કામરા
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ગદ્દાર કહેનારા કૉમેડિયન કુણાલ કામરાના કેસમાં તપાસ ચાલુ રાખવા માટે તેની ધરપકડ કરવાની જરૂર નથી એમ બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. જસ્ટિસ સારંગ કોટવાલ અને એસ. એમ. મોડકની ખંડપીઠે ઉમેર્યું હતું કે ‘મુંબઈમાં શો પછી કામરાને ધમકીઓ મળી રહી છે. તે તમિલનાડુનો રહેવાસી છે તો એ પરિસ્થિતિમાં તેનું નિવેદન ચેન્નઈમાં પણ રેકૉર્ડ કરી શકાય છે. તેને મુંબઈ બોલાવવાની જરૂર નથી.’
કોર્ટે નોંધ્યું હતું કે પિટિશન હજી અનિર્ણીત અવસ્થામાં હોય ત્યારે જો પોલીસ ચાર્જશીટ દાખલ કરે તો ટ્રાયલ કોર્ટે તેની જુડિશ્યલ સુનાવણી હાથ ન ધરવી જોઈએ. આ કેસમાં ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ (FIR)માં કામરા વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ કામરાએ આ બાબતને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાતી હોવાનું ગણાવ્યું હતું. એને કોર્ટે મોટી અને ગંભીર બાબત ગણાવીને માન્ય રાખવી જોઈએ એમ પણ જણાવ્યું હતું.

