Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `વ્યવહારુ બનો, આપણે ભારતમાં છીએ`: FDAનો ઓર્ડર રદ કરતા બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી

`વ્યવહારુ બનો, આપણે ભારતમાં છીએ`: FDAનો ઓર્ડર રદ કરતા બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી

Published : 31 July, 2026 01:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bombay HC hotel licence suspension: બોમ્બે હાઈકોર્ટે બે જંતુઓ મળી આવતા નવી મુંબઈની એક હોટલના ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવાના મહારાષ્ટ્ર એફડીએના આદેશને રદ કર્યો; કોર્ટે કહ્યું કે અધિકારીઓએ વાસ્તવિક અભિગમ અપનાવવો જોઈએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) એ નવી મુંબઈ (Navi Mumbai) ની એક ફોર-સ્ટાર હોટેલનું ફૂડ લાયસન્સ રદ કરવાનો મહારાષ્ટ્ર (Maharashtra) ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food and Drug Administration) નો ઓર્ડર રદ કર્યો છે. હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે માત્ર બે નાના કીડા (જીવજંતુ) મળી આવવાના કારણે આટલી સખત કે આત્યંતિક કાર્યવાહી વ્યાજબી ન ગણાય. આ મામલે ‘વ્યવહારુ’ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે એફડીએ (FDA) ને હોટેલનું નવેસરથી નિરીક્ષણ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ને ‘આપણે ભારતમાં છીએ’ તે બાબત ધ્યાનમાં રાખીને વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ આપતાં, બોમ્બે હાઈકોર્ટે નવી મુંબઈની એક ફોર-સ્ટાર હોટેલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર (Bombay HC hotel licence suspension) રદ કરી દીધો છે.



માત્ર બે નાના કીડા મળ્યા હતા


એક્ટિંગ ચીફ જસ્ટિસ રવિન્દ્ર ઘુગે (Ravindra Ghuge) અને જસ્ટિસ ગૌતમ અંખડ (Gautam Ankhad) ની બેંચે બુધવારે હોટેલને રાહત આપતાં નોંધ્યું હતું કે, FDAનો આ નિર્ણય માત્ર બે નાના કીડા મળી આવ્યા હોવાના આધારે લેવાયો હતો. કોર્ટે જણાવ્યું કે જ્યારે હોટેલનો સ્વચ્છતા, જાળવણી અને કામગીરી અંગેનો ઓવરઓલ રિપોર્ટ ‘સંતોષકારક’ હોય, ત્યારે માત્ર ‘બે કીડા મળવાની એકલદોકલ ઘટના’ના આધારે લાયસન્સ સસ્પેન્ડ રાખવું વ્યાજબી નથી. હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘આપણે ભારતમાં છીએ, આપણે વ્યવહારુ વલણ અપનાવવું પડશે.’

સરપ્રાઈઝ ચેકિંગ બાદ કાર્યવાહી


એફડીએ એ ૩ જુલાઈના રોજ અચાનક હાથ ધરેલા નિરીક્ષણના બીજા જ દિવસે `પાર્ક ઇન બાય રેડિસન` (Park Inn by Radisson) હોટેલમાં સ્વચ્છતા, સેનિટાઈઝેશન અને ખોરાકના સંગ્રહમાં ગંભીર ખામીઓ હોવાનું કહીને તેનું એફએસએસએઆઇ (FSSAI) લાયસન્સ રદ કરી દીધું હતું. આ ઓર્ડર અત્યંત કડક અને અપ્રમાણસર હોવાની રજૂઆત સાથે હોટેલે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

૯૫ ટકા પાલન સ્કોર હોવા છતાં કાર્યવાહી

FDAના પોતાના રિપોર્ટ મુજબ, હોટેલે સ્વચ્છતાના નિયમોના પાલનમાં ૯૫ ટકા સ્કોર મેળવ્યો હતો, પરંતુ રસોડાના ભાગમાંથી કીડા મળી આવવાના કારણે આ સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવ્યો હતો. સરકારી વકીલ નેહા ભિડેએ કોર્ટમાં દલીલ કરી હતી કે ખોરાકની સુરક્ષા અને સ્વચ્છતા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. જોકે, બેંચે સવાલ ઉઠાવ્યો હતો કે શું આવી એક નાની ખામી આટલું મોટું પગલું ભરવા માટે પૂરતી છે?

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ, હવે મહારાષ્ટ્ર FDA દ્વારા હોટેલનું નવેસરથી નિરીક્ષણ (ઇન્સ્પેક્શન) કરવામાં આવે તેવી શક્યતા છે. આગળની કોઈ પણ નિયામક કાર્યવાહી (Regulatory Action) અગાઉના રિપોર્ટના આધારે નહીં, પરંતુ આ નવા નિરીક્ષણના તારણો પર જ આધારિત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK