Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેવેન્દ્ર ફડણવીસની ઑફિસ હવે જશે ઍર ઇન્ડિયાના બિલ્ડિંગમાં

દેવેન્દ્ર ફડણવીસની ઑફિસ હવે જશે ઍર ઇન્ડિયાના બિલ્ડિંગમાં

Published : 31 July, 2026 07:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હજી ગયા મહિને જ મહારાષ્ટ્ર સરકારે ૧૬૦૧ કરોડ રૂપિયામાં ખરીદીને બિલ્ડિંગનો કબજો લીધો હતો

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય ડિપાર્ટમેન્ટની ઑફિસો ઍર ઇન્ડિયા બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય ડિપાર્ટમેન્ટની ઑફિસો ઍર ઇન્ડિયા બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે.


સાઉથ મુંબઈમાં ઑફિસ માટેની જગ્યાઓ ખૂબ ઓછી હોવાથી આ સમસ્યાને ઉકેલવા મહારાષ્ટ્ર સરકાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય ડિપાર્ટમેન્ટની ઑફિસો ઍર ઇન્ડિયા બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે. નરીમાન પૉઇન્ટ ખાતે આવેલા ૨૩ માળના ઍર ​ઇન્ડિયાના સી-ફેસિંગ બિલ્ડિંગનો કબજો મહારાષ્ટ્ર સરકારે હજી ગયા જ મહિને લીધો હતો જેના માટે સરકારે ૧૬૦૧ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

ઑફિસોના રીલોકેશન અને રીડેવલપમેન્ટની યોજના વિશે ચર્ચા કરવા માટે ગુરુવારે ચીફ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક હાઈ-લેવલ મીટિંગ પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે અનેક ખાતાંઓ મંત્રાલયની બહાર ભાડાં પર લેવાયેલી ઑફિસથી કારભાર ચલાવે છે. આ બધાં ખાતાંઓની ઑફિસ ઍર ઇન્ડિયાના બિલ્ડિંગમાં શિફ્ટ કરાતાં મહારાષ્ટ્ર સરકારના દર વર્ષે ભાડાં પાછળ જતા લગભગ ૨૦૦ કરોડ રૂપિયા બચી જશે. આ બિલ્ડિંગને મૉડર્ન ગવર્નમેન્ટ કૉમ્પ્લેક્સમાં ફેરવવાની સરકારની યોજના છે. અમુક અહેવાલો મુજબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઑફિસ બિલ્ડિંગના પહેલા માળે બનાવવામાં આવશે, જ્યારે બાવીસમા માળે ૧૩,૩૬૩ સ્ક્વૅર ફુટનો કૅબિનેટ હૉલ બનાવવામાં આવશે.



આગામી બે-ચાર વર્ષમાં મુંબઈને ડ્રગ્સમુક્ત કરવા દેવેન્દ્ર ફડણવીસે માતા-પિતા અને વિદ્યાર્થીઓની મદદ માગી


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પોલીસ સહિતની સુરક્ષા-એજન્સીઓ, વિદ્યાર્થીઓ અને માતા-પિતા સહિત તમામને આગામી બેથી ચાર વર્ષમાં ડ્રગ્સમુક્ત મુંબઈના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા સક્રિય ભાગીદારી માટે હાકલ કરી હતી. વરલીમાં નૅશનલ સ્પોર્ટ્‌સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)ના ડોમ ખાતે ‘ડ્રગ્સમુક્ત મુંબઈ’ પ્રતિજ્ઞા-કાર્યક્રમમાં બોલતાં ગૃહમંત્રાલય પણ ધરાવતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ભારતના દુશ્મનો જાણે છે કે તેઓ સીધી લડાઈમાં ભારતને હરાવી શકતા નથી એટલે દેશને નબળો પાડવા માટે અન્ય નાપાક રીતોનો ઉપયોગ કરી રહ્યા છે. યુવા પેઢીને માદક દ્રવ્યોની વ્યસની બનાવીને દેશને અંદરથી ખોખલો બનાવવા માટે એક નવી યુક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશની અંદર કેટલીક શક્તિઓએ ડ્રગ્સના વેપારમાં સામેલ થઈને પૈસા કમાવા માટે હાથ મિલાવ્યા છે.’ આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK