મુરલી શ્રીશંકરે ૮.૦૯ મીટરના કૂદકા સાથે સતત બીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો૨૦૨૪માં ઘૂંટણની ઇન્જરીને કારણે ૬૫૦ દિવસ રમતથી દૂર રહ્યો હતો
૮.૦૯ મીટરનો કૂદકો મારીને ભારતને ૧૩મો મેડલ જિતાડીને ગૌરવ અપાવ્યું મુરલી શ્રીશંકરે.
ભારતના મુરલી શ્રીશંકરે ૮.૦૯ મીટરના પ્રભાવશાળી કૂદકા સાથે સતત બીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં પુરુષોના લૉન્ગ જમ્પમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જમૈકાનો હરીફ ૮.૧૫ મીટરના કૂદકા સાથે ગોલ્ડ મેડલ અને સ્કૉટલૅન્ડનો હરીફ ૮.૦૮ મીટર સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૨૨ કૉમનવેલ્થ ગેમ્સમાં ૮.૦૮ મીટર સાથે મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. કેરલમનો ૨૭ વર્ષનો મુરલી શ્રીશંકર કૉમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનાર પહેલો ભારતીય લૉન્ગ જમ્પર બન્યો છે. એપ્રિલ ૨૦૨૪ માં તાલીમ દરમ્યાન મુરલી શ્રીશંકરને ડાબા ઘૂંટણમાં ગંભીર ઇન્જરી થઈ હતી. ડૉક્ટરની સલાહ પર તેને ૬૫૦ દિવસ રમતથી દૂર રહેવું પડ્યું હતું. પૅરિસ ઑલિમ્પિક્સ સહિત આખી સીઝનમાં મુરલી શ્રીશંકર ભાગ લઈ શક્યો નહોતો.
બ્રાઝિલ અને ભારતની ફુટબૉલ ટીમ ત્રીજી ઑક્ટોબરે કલકત્તામાં ટકરાશે
ADVERTISEMENT
ભારત અને બ્રાઝિલના ફુટબૉલ ફેડરેશને ગઈ કાલે સાંજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આગામી ત્રીજી ઑક્ટોબરે કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં બ્રાઝિલની ટીમ ભારત સામે એક ફ્રેન્ડ્લી મૅચ રમવા આવશે. ડિસેમ્બર ૨૦૨૫માં આ જ મેદાન પર આર્જેન્ટિનાના કૅપ્ટન લીઅનલ મેસીની ઇવેન્ટમાં હોબાળો થયો હતો.
બ્રાઝિલની ફુટબૉલ ટીમે લખ્યું કે ‘ઑસ્ટ્રેલિયામાં મૈત્રીપૂર્ણ મૅચો પછી અમારું આગામી સ્થળ ભારત હશે જ્યાં અમે અમારા ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રકરણ લખીશું. ત્રણ ઑક્ટોબરે ટીમ કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં પ્રથમ વખત ભારતીય ભૂમિ પર રમશે.’
પોસ્ટમાં આગળ લખ્યું હતું કે ‘આ એક એવા દેશ સાથે એક ખાસ મુલાકાત હશે જે બ્રાઝિલિયન ટીમના સૌથી મોટા ઇન્ટરનૅશનલ પ્રેક્ષકો ધરાવે છે અને પેઢીઓથી બ્રાઝિલિયન ફુટબૉલના ઇતિહાસને પ્રેમ અને જુસ્સાથી નજીકથી અનુસરે છે. લાખો ભારતીય ચાહકો સાથે આ ક્ષણનો અનુભવ કરવા માટે અમે ઉત્સાહિત છીએ.’
એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝનમાં આજથી ભારત-પાકિસ્તાનનું અભિયાન શરૂ
આફ્રિકન દેશ ઝામ્બિયામાં ગઈ કાલે એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝન શરૂ થઈ હતી. લીગમાં ૬ ટીમો વચ્ચે ૧૯ મૅચ રમાશે અને ૧૦ ઑગસ્ટે ફાઇનલ મૅચ યોજાશે. માર્ચ ૨૦૨૫માં પહેલી સીઝન રાજસ્થાનમાં રમાઈ હતી જેમાં ઇન્ડિયન રૉયલ્સને હરાવીને એશિયન સ્ટાર્સ ચૅમ્પિયન ટીમ બની હતી.
ભારતીય સમય અનુસાર આજે સવારે ૯.૩૦ વાગ્યે પાકિસ્તાન પૅન્થર્સ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન એશિયન સ્ટાર્સની ટક્કર થશે. બપોરે ૧.૩૦ વાગ્યે ઇન્ડિયન રૉયલ્સ અને બંગલાદેશ ટાઇગર્સ પોતાના અભિયાનની શરૂઆત શરૂ કરશે.
બરોડાનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુસુફ પઠાન ઇન્ડિયન રૉયલ્સની આગેવાની કરશે. નમન ઓઝા, અંબાતી રાયુડુ, રિશી ધવન અને શાહબાઝ નદીમ જેવા ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
