Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલના પ્રિન્સિપાલ સામે નૉન-બેલેબલ વૉરન્ટ

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલના પ્રિન્સિપાલ સામે નૉન-બેલેબલ વૉરન્ટ

Published : 16 June, 2025 11:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટમાં હાજર જ નહોતા રહેતા, સ્કૂલની અન્ય બે વ્યક્તિ સામે પણ બિનજામીનપાત્ર વૉરન્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોરીવલી મૅજિસ્ટ્રેટ કોર્ટે કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા હેગડે, હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ તોરલ શાહ અને સુષમ કુમાર સામે નૉન-બેલેબલ વૉરન્ટ (બિન-જામીનપાત્ર વૉરન્ટ) ઇશ્યુ કર્યું છે.


કોવિડકાળ પછી સ્કૂલો ફરી ચાલુ થઈ ત્યારે સ્કૂલ દ્વારા કોવિડકાળની પણ પૂરી ફી વસૂલવામાં આવી હતી જેનો કેટલાક વાલીઓએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જ્યારે કોવિડકાળમાં બાળકો ઘરે હતાં અને ઑનલાઇન ભણતાં હતાં ત્યારે સ્કૂલ તરફથી જે એજ્યુકેશન આપવામાં આવ્યું એની ફી આપવા માટે વાલીઓનો વિરોધ નહોતો, પણ એ સમય દરમ્યાન જ્યારે વિદ્યાર્થીઓ લૅબોરેટરી કે પછી લાઇબ્રેરી, કમ્પ્યુટર લૅબ વગેરે સુવિધાઓનો ઉપયોગ જ નહોતા કરતા એમ છતાં પણ ફી વસૂલવામાં આવી હતી એ બાબતે તેમનો વિરોધ હતો. એ ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. હદ તો ત્યારે થઈ કે જ્યારે એવા સ્ટુડન્ટ્સ જેમના વાલીઓ એ ફી ભરવાના વિરોધમાં હતા તેમનાં બાળકોને ચાલુ ક્લાસે કહેવામાં આવ્યું કે તમે ફી નથી ભરી એથી દફ્તર લઈ લો અને પછી તેમને ક્લાસમાંથી ઉઠાડી બધા સામે અપમાનિત કરીને લૅબમાં લઈ જઈ બેસાડી દેવામાં આવ્યાં હતાં.  એકાદ-બે ટીચર થોડી વાર માટે તેમની પાસે આવી, પણ તેમને રેગ્યુલર ક્લાસમાંથી ઉઠાડી લેવામાં આવ્યા હતા. આ બાબતે જ્યારે બાળકોએ પેરન્ટ્સને વાત કરી હતી અને કેટલાંક બાળકોએ તો સ્કૂલમાં જવું જ નથી એમ કહી દીધું હતું એ હદે અપમાનિત થયાની લાગણી તેઓ ધરાવતાં હતાં. એથી તેમના પેરન્ટ્સ દ્વારા આ બાબતે સ્કૂલ સામે વિરોધ-પ્રદર્શન પણ કરાયું હતું, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પણ એની જાણ કરી હતી અને કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા હેગડે, હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ તોરલ શાહ અને સુષમ કુમાર સામે ફરિયાદ પણ કરી હતી.



એ કેસમાં સ્કૂલ પ્રિન્સિપાલ તથા અન્યોને સમન્સ મોકલાવવા છતાં હાજર થતા નહોતા કે તેમના લીગલ રિપ્રેઝન્ટેટિવને પણ મોકલાવતા નહોતા. એથી હવે કોર્ટે તેમની સામે નૉન-બેલેબલ વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. હવે પછી કોર્ટની હિયરિંગ ૧૮ જૂને રાખવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK