ચોરીની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમે દુકાનમાં બેસાડેલા CCTV કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી. ફુટેજ ચેક કરતાં સાંજે ૬.૫૦ વાગ્યે એક બુરખાધારી મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં આવી હોવાનું અને નજર ચૂકવીને સોનાનું કડું ચાલાકીપૂર્વક ચોરી કરી જતી.
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના એમ.જી. રોડ પર આવેલી ઓમ જ્વેલર્સ નામની જ્વેલરીની દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલી એક બુરખાધારી મહિલાએ હાથચાલાકી કરીને ૧,૮૫,૦૦૦ રૂપિયાનું સોનાનું કડું સેરવી લીધાની ઘટના સામે આવી છે, જેના વિશે ગઈ કાલે પંતનગર પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. દુકાનના ૫૩ વર્ષના મૅનેજર અને ફરિયાદ નોંધાવનાર કૌશિક જોશીના જણાવ્યા મુજબ આરોપી મહિલાએ સોનાનું કડું ખરીદવાનું નાટક કરીને દુકાનના કાઉન્ટર પર કડાં તપાસ્યાં હતાં. આ દરમ્યાન તેણે ભારે ચાલાકી વાપરીને અસલ સોનાનું કડું તડફાવી લીધું હતું અને એની જગ્યાએ બેન્ટેક્સનું નકલી કડું ચૂપચાપ ગોઠવી દીધું હતું. હાલ પંતનગર પોલીસ-સ્ટેશનના અધિકારીઓ દુકાનમાં અને આસપાસના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી ચકાસણી કરીને એ અજાણી બુરખાધારી મહિલાની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટેની વધુ તપાસ સઘન રીતે ચલાવી રહ્યા છે.
કૌશિક જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનમાં દિનચર્યા મુજબ સાંજના સમયે સ્ટૉક ચેક કરતી વખતે કડાની કૅટેગરીમાંથી એક કડા પર શંકા આવતાં એને તપાસવામાં આવ્યું હતું અને એ ખોટું હોવાની માહિતી મળી હતી. વધુ માહિતી માટે સ્ટૉક તપાસતાં ૧૪.૫૦ ગ્રામ (૨૨ કૅરૅટ)નું એક કડું મળતું નહોતું જેની બજારકિંમત અંદાજે રૂપિયા ૧,૮૫,૦૦૦ રૂપિયા છે. ચોરીની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમે દુકાનમાં બેસાડેલા CCTV કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી. ફુટેજ ચેક કરતાં સાંજે ૬.૫૦ વાગ્યે એક બુરખાધારી મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં આવી હોવાનું અને નજર ચૂકવીને સોનાનું કડું ચાલાકીપૂર્વક ચોરી કcloseરી જતી હોવાનું સ્પષ્ટપણે નજરે પડ્યું હતું. ફુટેજમાં ચોરી સ્પષ્ટ દેખાઈ આવતાં અમે પોલીસ-ફરિયાદ નોંધાવી છે.’
