Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રને ઇનોવેશન હબ બનાવવા મુખ્ય પ્રધાને ધ ગવર્નન્સ ચૅલેન્જ 2026 લૉન્ચ કરી

મહારાષ્ટ્રને ઇનોવેશન હબ બનાવવા મુખ્ય પ્રધાને ધ ગવર્નન્સ ચૅલેન્જ 2026 લૉન્ચ કરી

Published : 04 August, 2026 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૩૫ સુધીમાં મહારાષ્ટ્રને અગ્રણી ઇનોવેશન હબ બનાવવા માટે રાજ્ય સરકાર કયાં અસરકારક પગલાં લઈ શકે છે એ વિષય પર યુવાનોના આઇડિયા માગ્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ધ ગવર્નન્સ ચૅલેન્જ 2026 (TGC) લૉન્ચ કરી હતી. આ પહેલ હેઠળ તેમણે દેશના તેજસ્વી યુવાનોને રાજ્યના વિકાસ અને અેને વધુ મજબૂત બનાવવાની પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા આહ્‍‍વાન કર્યું છે.

મુખ્ય પ્રધાન ફડણવીસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટ કરીને આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘દેશની અગ્રણી બિઝનેસ સ્કૂલો અને પબ્લિક પૉલિસી ઇન્સ્ટિટ્યુશનના તેજસ્વી યુવા માનસને મહારાષ્ટ્રની ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા તથા રાજ્યને એક અગ્રણી ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરી શકે અેવા આઇડિયા સાથે આમંત્રણ આપવામાં આવે છે.’
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારના યજમાનપદે અને ‘સમગ્ર’ સંસ્થા દ્વારા આયોજિત ધ ગવર્નન્સ ચૅલેન્જની આ ચોથી આવૃત્તિ છે. આ વર્ષની સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો સામે મુખ્ય વિષય અને પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૩૫ સુધીમાં મહારાષ્ટ્રને એક અગ્રણી ‘ઇનોવેશન હબ’ બનાવવા માટે રાજ્ય સરકાર કયાં અસરકારક પગલાં લઈ શકે છે?’ આ પડકાર દ્વારા યુવાનોના નવીન વિચારો અને સૂચનોને સરકારી નીતિઓમાં સ્થાન આપવાનો મુખ્ય હેતુ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK