મહાનગર ગૅસ લિમિટેડ (MGL) દ્વારા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ના ભાવમાં કિલોદીઠ એક રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મહાનગર ગૅસ લિમિટેડ (MGL) દ્વારા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ના ભાવમાં કિલોદીઠ એક રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ હવે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં CNGનો સુધારેલો ભાવ ૮૯ રૂપિયા પ્રતિ કિલો થયો છે. MGLના જણાવ્યા અનુસાર નવા દરો ૩૦ સપ્ટેમ્બરે મધરાતે ૧૨ વાગ્યાથી અમલમાં આવી ગયા છે.
કંપનીએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે મિડલ ઈસ્ટના સંકટને લીધે સ્થાનિક સ્તરે ઉત્પાદિત તેમ જ આયાતી રીગૅસિફાઇડ લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (RLNG)ના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેને પગલે ગૅસના દરોમાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.
કમર્શિયલ સિલિન્ડરમાં ૬૨.૫૦ રૂપિયાનો વધારો, ભાવ ૨૭૬૪ રૂપિયા
ADVERTISEMENT
ગુરુવારે સરકારી ઑઇલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં લીટરે ૧૬ રૂપિયા અને ૧૯ કિલોના કમર્શિયલ LPG સિલિન્ડરમાં ૬૨.૫૦ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ વધારા સાથે ડોમેસ્ટિક ઍરલાઇન્સ માટે ATFનો ભાવ ૧૨૧ રૂપિયાથી વધીને ૧૩૭ રૂપિયા પ્રતિ લીટર થયો છે. કમર્શિયલ LPG સિલિન્ડરમાં સપ્ટેમ્બરમાં થયેલા ૯.૫૦ રૂપિયાના વધારા બાદ આ મહિને વધુ ૬૨.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેને પગલે કમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ મુંબઇમાં ૨૭૬૪ રૂપિયા થઈ ગયો છે. જોકે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરનો ભાવ ૯૪૨ રૂપિયા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.
