Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ માટે નવી મુંબઈનો પામ બીચ રોડ ૭ ડિસેમ્બર સુધી બંધ રહેશે

ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ માટે નવી મુંબઈનો પામ બીચ રોડ ૭ ડિસેમ્બર સુધી બંધ રહેશે

Published : 29 November, 2026 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાફિક પોલીસે અક્ષર સિગ્નલ અને વઝીરાણી સ્પોર્ટ્‍સ સિગ્નલ થઈને ઑલ્ટરનેટિવ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


૪ અને ૬ ડિસેમ્બરે યોજાનારા ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ અને ફૉર્મ્યુલા ૪ ઇન્ડિયન ચૅમ્પિયનશિપના પગલે નવી મુંબઈનો પામ બીચ રોડ પચીસ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ પ્રતિબંધોની અસર સીવુડ્સ, વાશી, નેરુળ અને બેલાપુર વચ્ચે મુસાફરી કરતા મોટરિસ્ટો પર પડશે. ટ્રાફિક પોલીસે અક્ષર સિગ્નલ અને વઝીરાણી સ્પોર્ટ્‍સ સિગ્નલ થઈને ઑલ્ટરનેટિવ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

રેસિંગ ટ્રૅકના નિર્માણકાર્યને સરળ બનાવવા અને પબ્લિક સેફ્ટી માટે સીવુડ્સમાં ગણપત શેઠ તાંડેલ ગ્રાઉન્ડથી વાશી તરફ જતો રસ્તો તેમ જ બેલાપુરથી ગણપત શેઠ તાંડેલ ગ્રાઉન્ડ તરફનો રોડ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાથી મુસાફરોને ખાસ કરીને સીવુડ્સ, નેરુળ, બેલાપુર અને વાશી વચ્ચે મુસાફરી કરતા રોજિંદા મુસાફરોને અગવડતા પડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK