Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યોગ દિવસ: અમૃતા ફડણવીસની સાથે શાહિદ કપૂર, જેકી શ્રોફ અને શ્રીલીલાએ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી

યોગ દિવસ: અમૃતા ફડણવીસની સાથે શાહિદ કપૂર, જેકી શ્રોફ અને શ્રીલીલાએ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી

Published : 21 June, 2026 02:27 PM | Modified : 21 June, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

International Yoga Day: મુંબઈના વરલી સ્થિત SVP DOME ખાતે `દિવ્યજ ફાઉન્ડેશન` દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

`દિવ્યજ ફાઉન્ડેશન` દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાઇ ગયો.

`દિવ્યજ ફાઉન્ડેશન` દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાઇ ગયો.


મુંબઈના વરલી સ્થિત SVP DOME ખાતે `દિવ્યજ ફાઉન્ડેશન` દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ (International Yoga Day) નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આત્મહત્યા કરનારા ખેડૂતોના સંતાનો તેમજ બીએમસી સ્કૂલના હજારથી પણ વધુ બાળકો જોડાયા હતા. આ તમામ બચ્ચાઓ માટે સ્વાસ્થ્ય, પ્રેરણા અને મનોરંજનનો સંગમ કરતો કાર્યક્રમ ઉજવાઈ ગયો.

દિવ્યજ ફાઉન્ડેશનના સ્થાપક, ગાયિકા અને સામાજિક કાર્યકર્તા અમૃતા ફડણવીસના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારી અગ્રણીઓ, વેલનેસ નિષ્ણાતો અને બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી. આ તમામ લોકોએ હાજર રહેલા બાળકોની ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જગાવી હતી.



આ ભવ્ય સમારોહ (International Yoga Day)માં અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં દેશના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢા, અશ્વિની ભિડે (IAS) અને મંજુ લોઢા,  સીમા સિંહ અને મઝહર નાડિયાડવાલા (મેનેજિંગ ડિરેક્ટર, ડોમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ.), શાંતિલાલ મુત્થા (સ્થાપક, ભારતીય જૈન સંગઠન) સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.


આ કાર્યક્રમનો પ્રારંભ ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડૉ. મિકી મહેતાના સામૂહિક યોગ અને ધ્યાન સેશનથી થયો. તેઓએ બાળકોને શારીરિક તંદુરસ્તી, માનસિક સંતુલન અને કઇ રીતે કૉન્શિયસ જીવન જીવી શકાય તેના પાઠ ભણાવ્યા હતા. આ સત્રમાં બાળકોએ આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિને ડેવલપ કરે એવો વેલનેસ અભ્યાસ કર્યો.

અમૃતા ફડણવીસે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બાળકોએ હંમેશા પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને દૃઢ સંકલ્પ સાથે પોતાના સપનાઓ પૂરા કરવા જોઈએ. તેમણે બાળકો સાથે રૂબરૂ સંવાદ પણ દશ્યો હતો. તેઓએ નાની ઉંમરથી જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને (International Yoga Day) સુધારવા પર ભાર મૂક્યો હતો.


શાહિદ કપૂરનો જોશ આ કાર્યક્રમનો પ્રાણ હતો. આ બોલિવૂડ સ્ટારે બાળકો સાથે સુંદર સમય વિતાવ્યો. તેણે બાળકોને જીવનમાં હંમેશા સકારાત્મક અને ઉત્સાહી રહેવાની પ્રેરણા આપી હતી, જેને જોઈને બાળકોના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું.

અભિનેતા જેકી શ્રોફે પોતાની સહજ શૈલીથી બાળકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાના જીવનની સફરનું ઉદાહરણ આપીને બાળકોને હંમેશા ડાઉન ટૂ અર્થ રહેવા, સખત મહેનત કરવા અને સંબંધોને મહત્વ આપવાની શીખ આપી.

જાણીતી સાઉથ એક્ટ્રેસ શ્રીલીલાએ કાર્યક્રમમાં આવીને સકારાત્મક ઊર્જાનો (International Yoga Day) સંચાર કર્યો. તેણે બાળકોને કોઈપણ ડર વગર મોટા સપના જોવા અને શિસ્તથી જીવન જીવવા માટે પ્રેરિત કર્યા.

કાર્યક્રમની સૌથી પ્રેરણાદાયી ક્ષણો એટલે પ્રસિદ્ધ શિક્ષક અને `સુપર 30`ના સ્થાપક આનંદ કુમારનું સંબોધન. શિક્ષણના માધ્યમથી જીવન કેવી રીતે બદલી શકાય તેની તેમની કથાઓએ બાળકો પર ગાઢ છાપ છોડી હતી. તેમણે જણાવ્યું કે દૃઢ સંકલ્પ અને જ્ઞાનના જોરે ગમે તેવી મોટી મુશ્કેલીઓને પાર કરી શકાય છે.

કાર્યક્રમમાં મહિલાઓના પ્રખ્યાત હવાઈ કલાબાજી ગ્રુપ `યો હાઈનેસ` (Yo Highness) દ્વારા એક શાનદાર એરિયલ એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, `ડ્રમ કેફે` (Drum Cafe)ના ઈન્ટરેક્ટિવ મ્યુઝિકલ સેશનમાં બાળકોએ બૂમવ્હેકર્સ (Boomwhackers) નામના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી સંગીતની ધૂમ મચી ગઈ.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK