Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીસાન્તની ફાઇટિંગ ચૅલેન્જ સામે ભજ્જીએ શાયરીથી પલટવાર કરતાં કહ્યું...

શ્રીસાન્તની ફાઇટિંગ ચૅલેન્જ સામે ભજ્જીએ શાયરીથી પલટવાર કરતાં કહ્યું...

Published : 21 June, 2026 03:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરને દો જો લોગ બકવાસ કરતે હૈં ખાલી બર્તન હી તો આવાઝ કરતે હૈં

શ્રીસાન્ત

શ્રીસાન્ત


ભારતના ભૂતપૂર્વ ઑફ સ્પિનર ​​હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક શાયરી કહેતો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં ભજ્જી કહે છે કે કિસીને બહોત ખૂબ કહાં હૈ, ‘કરને દો જો લોગ બકવાસ કરતે હૈં, ખાલી બર્તન હી તો આવાઝ કરતે હૈં.’ 
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તે હાલમાં જ ભજ્જીને રિંગમાં ફાઇટ કરવાની ચૅલેન્જ કરી હતી. IPL 2008માં શ્રીસાન્તને થપ્પડ મારીને હરભજન સિંહે મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ વિવાદનાં ઘણાં વર્ષો બાદ બન્ને વચ્ચેના સંબંધો સુધર્યા હતા. બન્ને એકબીજા સાથે મૅચ રમતા અને પોડકાસ્ટમાં ભાગ લેતા પણ જોવા મળ્યા હતા. 
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ થોડા સમય પહેલાં આ થપ્પડકાંડનો દુર્લભ વિડિયો શૅર કરીને વિવાદની યાદો તાજી કરાવી હતી. આ જ સમયગાળામાં ભજ્જીએ પોતાની એક વિડિયો જાહેરાતમાં ‘બરાબર થપ્પડ મારી જાય તો સબ થીક હો જાતા હૈં’ એવું કહીને શ્રીસાન્ત સાથેના સંબંધો ફરી બગાડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK