Diwali 2025: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે એક વેપારી સામે ફરજિયાત પરમિટ વિના ફટાકડાનો સ્ટોક કરવા અને વેચવાના આરોપમાં કેસ નોંધ્યો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
દિવાળી (Diwali) નજીક આવી રહી છે, ત્યારે પોલીસ વિભાગ અને અન્ય અધિકારીઓ ફટાકડાના ગેરકાયદેસર વેચાણ પ્રત્યે લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહી કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) જિલ્લામાં પોલીસ અધિકારીઓએ એક વેપારી સામે ફરજિયાત પરમિટ વિના ફટાકડાનો સ્ટોક કરવા અને વેચવાના આરોપસર કેસ નોંધ્યો છે.
દિવાળી ૨૦૨૫ (Diwali 2025) ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મહારાષ્ટ્રમાં પ્રશાસને ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરી રહ્યા છે. દિવાળી પૂર્વે ગેરકાયદેસર ફટાકડાના સંગ્રહને રોકવા માટે કરવામાં આવેલી નિરીક્ષણ ઝુંબેશના ભાગ રૂપે ૮ અને ૯ ઓક્ટોબરની રાત્રે ઉલ્હાસનગર (Ulhasnagar) વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, અધિકારીઓને સ્થાનિક વેપારીની દુકાનમાંથી ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ફરજિયાત પરમિટ વિના વેચવામાં આવી રહ્યો હતો.
ADVERTISEMENT
અધિકારીઓએ દિવાળી દરમિયાન જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરવા બદલ વિક્રેતા સામે કેસ નોંધ્યો છે. સમાચાર એકન્સી પીટીઆઈના અહેવાલો અનુસાર, દુકાનમાંથી મળી આવેલા ફટાકડાના સ્ટોકની કિંમત ૨,૦૯,૪૫૦ રૂપિયા હતી. તહેવારોની મોસમ દરમિયાન જોખમી સામગ્રીના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહને રોકવા માટે સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો એક ભાગ તરીકે આ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ (Mumbai Police) અધિકારીએ આ મુદ્દાને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમારી ટીમને આરોપીના પરિસરમાં વિવિધ બ્રાન્ડના ફટાકડાનો મોટો જથ્થો મળ્યો હતો. જ્યારે તેને સંગ્રહ અને વેચાણ માટે માન્ય લાઇસન્સ અથવા પરમિટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે આરોપીએ તેમ કરવામાં નિષ્ફળ ગયો. સ્ટોક તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો હતો, અને કેસ નોંધવામાં આવ્યો હતો.’
શનિવારે વેપારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita) ની કલમ ૨૨૩ (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલા આદેશનું ઉલ્લંઘન) અને ૧૨૫ (અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતું કાર્ય) તેમજ વિસ્ફોટક અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ ૮ ઓક્ટોબરના રોજ, મહેસૂલ ગુપ્તચર નિયામક (Directorate of Revenue Intelligence) એ ચાઈનીઝ ફટાકડાની ગેરકાયદેસર આયાત બદલ એક વેપારીની ધરપકડ કરી હતી. અધિકારીઓએ ચાઈનીઝ ફટાકડાની ગેરકાયદેસર આયાત પર કડક કાર્યવાહી કરતી વખતે આ કાર્યવાહી હાથ ધરી હતી. ડીઆરઆઈ (DRI) ના અધિકારીઓએ મુંબઈ સ્થિત એક આયાતકારની ૨.૦૪ કરોડ રૂપિયાના ફટાકડાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરી હતી.
તહેવારોની મોસમ પહેલા ચીનથી મોટા પાયે ગેરકાયદેસર રીતે ફટાકડાની આયાત થતી હોવાની ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ, DRI એ જુલાઈમાં ન્હાવા શેવા (Nhava Sheva), કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (Kandla Special Economic Zone) અને મુન્દ્રા બંદર (Mundra Port) પર ધ્યાન કેન્દ્રિત સર્વેલન્સ કામગીરી શરૂ કરી હતી. આ ચાલુ કામગીરીના ભાગ રૂપે વેપારીનો માલ પકડવામાં આવ્યો હતો.

