માથાડી કામગાર નેતાએ આરોપ કર્યા બાદ પોલીસે ૧૫૦ શંકાસ્પદોની તપાસ હાથ ધરી : ફળબજારના અગ્રણીઓ કહે છે કે આયાતની તપાસ કરવાની જરૂર
વાશીની APMC માર્કેટ, કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનમાં પોલીસે ગઈ કાલે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.
નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની ફ્રૂટમાર્કેટમાં વિદેશથી મોટા પ્રમાણમાં ફ્રૂટ્સ આયાત કરવામાં આવે છે. આ ફ્રૂટ્સની સાથે ડ્રગ્સની પણ હેરાફેરી કરવામાં આવતી હોવાનો આરોપ માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે ગુરુવારે કર્યો હતો. એને પગલે APMC પોલીસે ફ્રૂટમાર્કેટ સહિત આસપાસમાં ગઈ કાલે વ્યાપક કાર્યવાહી શરૂ કરીને ૧૫૦ શંકાસ્પદોને તાબામાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું.



