એક બાઇકસવાર આઉડી અને અર્ટિગા વચ્ચે આવી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તે મૃત્યુ પામ્યો હતો. નેરુળ પોલીસે આ બાબતે ડ્રાઇવર સામે ગુનો નોંધી તેની શોધ ચાલુ કરી છે.
નવી મુંબઈમાં જુઈનગર પાસે સાયન-પનવેલ રોડ પર એક અકસ્માત થયો
નવી મુંબઈમાં જુઈનગર પાસે સાયન-પનવેલ રોડ પર એક અકસ્માત થયો હતો એને જોવા સામેની સાઇડ પરનાં વાહનો ધીમે ચાલી રહ્યાં હતાં ત્યારે એક ડમ્પર-ડ્રાઇવરે એ સ્લો જતાં વાહનોને અડફેટે લેતાં ઘણાં વાહનો એકબીજાં સાથે અથડાયાં હતાં. આ ઘટનામાં ૩૯ વર્ષના બાઇકસવારનું ગંભીર ઈજા થતાં મોત થયું હતું. અકસ્માત કર્યા બાદ ડમ્પરનો ડ્રાઇવર ડમ્પર છોડીને નાસી ગયો હતો.
આ કેસનો ફરિયાદી અભિષેક પિંગળે જુહુમાં રહે છે. તે તેની આઉડી કારમાં પુણેથી મુંબઈ પાછો ફરી રહ્યો હતો એ વખતે ડમ્પરે તેને પાછળથી ટક્કર મારી હતી એટલે તેની કાર રાઇટ સાઇડમાં મારુતિ ઈકો કાર સાથે અથડાઈ હતી અને ડાબી બાજુ અર્ટિગા સાથે અથડાઈ હતી. એ દરમ્યાન એક બાઇકસવાર આઉડી અને અર્ટિગા વચ્ચે આવી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તે મૃત્યુ પામ્યો હતો. નેરુળ પોલીસે આ બાબતે ડ્રાઇવર સામે ગુનો નોંધી તેની શોધ ચાલુ કરી છે.