Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇડીએ જપ્ત કરી રાજ કુન્દ્રાની અધધધ આટલા કરોડની મિલકત, હવે આ કેસમાં આવ્યું નામ

ઇડીએ જપ્ત કરી રાજ કુન્દ્રાની અધધધ આટલા કરોડની મિલકત, હવે આ કેસમાં આવ્યું નામ

18 April, 2024 01:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માહિતી અનુસાર, ઇડીએ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની લગભગ 98 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે. પીએમએલએ 2002ની જોગવાઈઓ હેઠળ, રાજ કુન્દ્રાની આ મિલકત અટેચ કરવામાં આવી છે

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની ફાઇલ તસવીર

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. શિલ્પા શેટ્ટીના પતિ, બિઝનેસમેન અને એક્ટર રાજ કુન્દ્રા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાયા
  2. બિટકોઈન ફ્રોડ કેસમાં ઇડીએ તેની સામે કાર્યવાહી કરી
  3. ઇડીએ રાજ કુન્દ્રાની રૂા. 97 કરોડની સંપત્તિ જપ્ત કરી

શિલ્પા શેટ્ટીના પતિ, બિઝનેસમેન અને એક્ટર રાજ કુન્દ્રા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાયા છે. બિટકોઈન ફ્રોડ કેસમાં ઇડીએ તેની સામે કાર્યવાહી કરી છે. ઇડી (Businessman Raj Kundra`s properties)એ રાજ કુન્દ્રાની રૂા. 97 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં જુહુમાં એક ફ્લેટ અને પુણેમાં એક બંગલો પણ સામેલ છે.

માહિતી અનુસાર, ઇડીએ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની લગભગ 98 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે. પીએમએલએ 2002ની જોગવાઈઓ હેઠળ, રાજ કુન્દ્રાની આ મિલકત અટેચ કરવામાં આવી છે. આમાં જુહુ સ્થિત ફ્લેટ પણ સામેલ છે, જે હાલમાં રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીના નામે છે. રાજ કુન્દ્રાના નામના ઈક્વિટી શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે.



અગાઉ વર્ષ 2018માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2000 કરોડ રૂપિયાના બિટકોઈન કૌભાંડ કેસમાં રાજ કુન્દ્રાની પૂછપરછ કરી હતી. ત્યારે ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે, થાણે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા કેસમાં રાજ કુન્દ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે, તે સ્પષ્ટ નથી કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની આ કૌભાંડમાં કોઈ ભૂમિકા છે કે પછી તે પીડિત છે, પરંતુ હવે જે રીતે પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે તેનાથી રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે.


તમને જણાવી દઈએ કે, પૂણેના બે બિઝનેસમેન અમિત ભારદ્વાજ અને તેમના ભાઈ વિવેક ભારદ્વાજે તેમની કંપની `ગેઈનબિટકોઈન` દ્વારા 8,000થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી. મે 2018માં ઇડીએ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા એફઆઈઆરના આધારે ગેનબિટકોઈનના અમિત ભારદ્વાજ અને અન્ય આઠ લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ બંને ભાઈઓએ ખાતરીપૂર્વકના વળતરનું વચન આપીને ગેરકાયદેસર ક્રિપ્ટો-મની સ્કીમ ચલાવીને રોકાણકારોને છેતર્યા હતા. બંનેની પુણે પોલીસે 5 એપ્રિલ 2018ના રોજ ધરપકડ કરી હતી.

એ સમયે હું પણ ખૂબ ધનવાન હતી, હવે આજે વધુ પૈસાદાર બની ગઈ છું


શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ૨૦૦૯માં બિઝનેસમૅન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધાં હતાં એને લઈને લોકો શિલ્પાની સતત ટીકા કરે છે કે તેણે પૈસા અને સંપત્તિ માટે તેની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નજીવન દરમ્યાન તેમને વિઆન નામનો એક દીકરો અને સમીશા નામની દીકરી છે. ઘણા વખતથી લોકો દ્વારા કરવામાં આવતા ટ્રોલને સણસણતો જવાબ આપતાં શિલ્પાએ કહ્યું કે ‘મને લાગે છે કે લોકો શિલ્પા શેટ્ટીને ગૂગલ કરવાનું ભૂલી ગયા છે, જે એ વખતે ધનવાન હતી.

આજે તો હું વધુ પૈસાદાર બની છું. મારાં તમામ ઇન્કમ ટૅક્સ બિલ, જીએસટી અને દરેક વસ્તુનાં બિલ હું ચૂકવું છું. તમે જ્યારે સફળ હો, તમારે એક એવા જીવનસાથીની જરૂર હોય છે જે ઇનસિક્યૉર ન હોય અને તમે એવી વ્યક્તિ સાથે પરણવા માગો છો જે તમારી લાઇફસ્ટાઇલને અફૉર્ડ કરી શકે. મેં જ્યારે તેની સાથે લગ્ન કર્યાં ત્યારે સંયોગવશ તે ખૂબ સફળ હતો અને મને લાગે છે કે ભગવાન જ અમને મળાવવા માગતા હતા અને અમારાં લગ્ન થયાં. જોકે તેની સાથે લગ્ન કરવાનું કારણ એ છે કે તે ખૂબ ચાર્મિંગ અને લવેબલ છે. એ વખતે તેના કરતાં પણ વધુ શ્રીમંત લોકો મને આકર્ષતા હતા, પરંતુ ખરેખર તો મારા માટે પૈસા વધુ મહત્ત્વના નહોતા. મારા બધા ફ્રેન્ડ્સ હવે રાજના ફ્રેન્ડ બની ગયા છે.’

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK