નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેને ગઈ કાલે પત્રકારોએ ઉદ્વવ ઠાકરે વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે ઉદ્ધવ ઠાકરે વિધાનસભ્ય, સંસદસભ્ય અને પ્રધાનોને પણ નહોતા મળતા.
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)
નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેને ગઈ કાલે પત્રકારોએ ઉદ્વવ ઠાકરે વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે ઉદ્ધવ ઠાકરે વિધાનસભ્ય, સંસદસભ્ય અને પ્રધાનોને પણ નહોતા મળતા. હવે તેઓ સામેથી ગટપ્રમુખોને પણ ફોન કરે છે. મેં ઑપરેશન કર્યું છે એટલે તેમનામાં સુધારો થયો છે. હું નરેન્દ્ર મોદીની ડસ્ટબિનમાં હોવાનું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે. તેમને કહેવા માગું છું કે તેમના ઘરની ડસ્ટબિન ખાલી થઈ ગઈ છે એનો તેમણે વિચાર કરવો જોઈએ. તેઓ કહે છે ગયા તે ગદ્દાર, ગયા તે કચરો. તેમણે આત્મચિંતન કરવું જોઈએ.’
કોકણી દાપોલી મતદાર સંઘના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંજય કદમે ગઈ કાલે એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાના યોગેશ કદમને ૧,૦૫,૦૦૦ મત મળ્યા હતા તો ઉદ્વવસેનામાંથી ચૂંટણી લડેલા સંજય કદમને ૮૦,૦૦૦ મત પ્રાપ્ત થયા હતા. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હવે બન્ને કદમ સાથે આવી ગયા છે એટલે દાપોલીમાં વિકાસને વેગ મળશે. સેંકડો લોકોએ પ્રવેશ કર્યો છે એટલે મુંબઈમાં શિવસેનાની તાકાતમાં વધારો થયો છે.’



