નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ લાતુરથી ૧૭ કરોડ રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કર્યો એમાં પોલીસ અધિકારી પણ સામેલ હોવાનું જણાયું
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ગયા અઠવાડિયે લાતુર જિલ્લાના ચાકુર તાલુકાના રોહિના ગામમાં રેઇડ પાડીને એક ફૅક્ટરીમાં બનાવવામાં આવતા ૧૭ કરોડ રૂપિયાના નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા. આ મામલામાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે ડ્રગ્સ બનાવવા માટેની ફૅક્ટરી મીરા-ભાઈંદર પોલીસ કમિશનરેટમાં કાર્યરત ઇન્સ્પેક્ટર સંજય કેન્દ્રેની માલિકીના ખેતરમાં ઊભી કરવામાં આવી હતી. સંજય કેન્દ્રે અને તેના સાથીઓએ ખેતરમાં પતરાના શેડમાં નશીલા પદાર્થનું ઉત્પાદન શરૂ
કર્યું હતું. ઇન્સ્પેક્ટર પ્રમોદ કેન્દ્રે અને મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા આહાદ ખાન સહિતના આરોપીઓ નશીલા પદાર્થનું ઉત્પાદન કરીને એની સપ્લાય મુંબઈ અને પુણેમાં કરતા હોવાનું જણાઈ આવ્યું છે. આથી પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જોકે હજી સુધી ઇન્સ્પેક્ટર પ્રમોદ કેન્દ્રને તાબામાં લેવામાં નથી આવ્યો.

