પ્રાથમિક તપાસ બાદ પોલીસે પૉલ્ટ્રી વૅનના ડ્રાઇવર સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.
અકસ્માત બાદ પોલ્ટ્રી વેન પલટી મારી નથી
થાણે જિલ્લામાં માલશેજ ઘાટ નજીક હાઇવે પર બે પૂરપાટ ઝડપે જતી વૅન વચ્ચે થયેલી ટક્કરમાં પિતા-પુત્રની જોડી અને અન્ય એક વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. આ અકસ્માત રવિવારે સવારે મુરબાડ તાલુકામાં નૅશનલ હાઇવે નંબર ૬૧ પર થયો હતો.
એક જ ગામના ૩ રહેવાસીઓને લઈ જતી એક પિક-અપ વૅન કલ્યાણ તરફ જઈ રહેલી પૉલ્ટ્રી વૅન સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનોની આગળની કૅબિનના ફુરચેફુરચા ઊડી ગયા હતા. પિક-અપ વૅનમાં સવાર પંચાવન વર્ષના મારુતિ તુકારામ ખાપરે, તેમનો પચીસ વર્ષનો પુત્ર અજિત ખાપરે અને ૪૦ વર્ષના ડ્રાઇવરનાં આ અકસ્માતમાં મોત થયાં હતાં, જ્યારે પૉલ્ટ્રી વૅનમાં સવાર બે વ્યક્તિને ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસ બાદ પોલીસે પૉલ્ટ્રી વૅનના ડ્રાઇવર સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.
