Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હનીમૂન પર ક્યાં જવું એની લડાઈમાં સસરાએ જમાઈ પર ઍસિડ ફેંક્યો

હનીમૂન પર ક્યાં જવું એની લડાઈમાં સસરાએ જમાઈ પર ઍસિડ ફેંક્યો

Published : 20 December, 2024 09:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સસરાની ઇચ્છા દીકરી-જમાઈને વિદેશ મોકલવાની હતી, પણ જમાઈની ઇચ્છા કાશ્મીર જવાની હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણના બાઝારગેટ પોલીસ-સ્ટેશનમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેમાં સસરાએ જમાઈ પર અજીબ કારણસર ઍસિડ ફેંક્યો છે. અત્યારે ઘાયલ જમાઈને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ઍસિડથી હુમલો કરનાર સસરો પોલીસની ધરપકડથી બચવા નાસતો ફરી રહ્યો છે.


આ કેસમાં ૨૯ વર્ષના ઇબાદ ફાળકેનાં લગ્ન ૬૫ વર્ષના ગુલામ મુર્તુઝાની દીકરી સાથે થયાં હતાં. ઇબાદની ઇચ્છા હતી કે તે તેની પત્ની સાથે કાશ્મીરમાં હનીમૂન મનાવવા જાય, પણ તેના સસરા ગુલામ મુર્તુઝાની ઇચ્છા હતી કે તે બન્ને વિદેશમાં ધાર્મિક સ્થળે યાત્રા કરવા જાય. એથી તેમની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. બુધવારે ઇબાદ કામ પરથી મોડી રાતે ઘરે પાછો ફર્યો હતો. પોતાની ગાડી પાર્ક કરીને તે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગુલામ મુર્તુઝાએ તેના પર ઍસિડ ફેંક્યો હતો અને નાસી ગયા હતા. ઍસિડને કારણે ઇબાદનો ચહેરો અને શરીરના અન્ય ભાગ દાઝી ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK