Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > FDAએ મુંબઈ યુનિવર્સિટીની કૅન્ટીનને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

FDAએ મુંબઈ યુનિવર્સિટીની કૅન્ટીનને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Published : 24 November, 2026 10:46 AM | Modified : 24 November, 2026 11:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ વરલીની નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયા અને લોઅર પરેલની બ્રિટિશ બ્રૂઇંગ કંપની સહિત છ સંસ્થાનાં લાઇસન્સ સસ્પેન્ડ.

મુંબઈ યુનિવર્સિટી

મુંબઈ યુનિવર્સિટી


મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કૅમ્પસની કૅન્ટીનને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસ-અધિકારીઓને આ કૅન્ટીનમાં માન્ય ફૂડ બિઝનેસ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશનના અભાવ સહિત ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના અનેક નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

આ ઉપરાંત મુંબઈમાં વરલી ખાતે આવેલી નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI), લોઅર પરેલની બ્રિટિશ બ્રૂઇંગ કંપની અને પ્રભાદેવીના એક પીત્ઝા આઉટલેટ સહિત છ ખાણી-પીણીની સંસ્થાઓનાં ફૂડ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સ્વચ્છતાના ગંભીર ઉલ્લંઘન બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK