FDAએ બુધવારે બહાર પાડ્યો આદેશ : પહેલેથી જ પાણીની બૉટલો ટેબલ પર મૂકીને એના પર ચાર્જ લગાવવાની ચાલાકી હવે નહીં ચાલે
તુકારામ મુંઢે
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન(FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ બુધવારે આદેશ બહાર પાડીને હોટેલ-રેસ્ટોરાં તથા ખાવા-પીવાની આઇટમ વેચતાં બધાં જ ફૂડ-જૉઇન્ટ્સને કસ્ટમર્સને મફતમાં પીવાનું પાણી આપવા અને એ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ ન લેવા જણાવ્યું હતું. કસ્ટમર્સ પાસેથી પીવાના પાણીનો અલગથી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાની વાત ધ્યાનમાં લઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
આદેશમાં જણાવાયું હતું કે ‘કસ્ટમર્સને સ્વચ્છ પીવાનું પાણી આપવું એ સંસ્થાની જવાબદારી છે. જો કસ્ટમર પૅકેજ્ડ કે બૉટલ્ડ વૉટરનો આગ્રહ કરે તો એનો ચાર્જ તેની પાસેથી વસૂલી શકાય, પરંતુ જો તે પીવાનું સાદું પાણી માગે તો એ માટે તેની પાસેથી ચાર્જ વસૂલવો યોગ્ય નથી.’
ADVERTISEMENT
મેનુમાં ફૂડ-આઇટમ્સમાં કેટલી કૅલરી, કેટલું પોષણ એ બધું જ દર્શાવવું પડશે
હાઈ-એન્ડ રેસ્ટોરાં અને રેસ્ટોરાં ચેઇન્સે તેમના મેનુમાં દરેક ફૂડ-આઇટમ સાથે એમાં કેટલી કૅલરી છે, એનાથી કેટલું પોષણ મળશે અને એલર્જન ઇન્ફર્મેશન પણ પણ આપવી પડશે. વર્ષમાં ૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ ટર્નઓવર કરતી રેસ્ટોરાં અને ફૂડ-ચેઇન્સ પર આ આદેશ લાગુ થશે.
