રાષ્ટ્રપતિભવનના પરિસરના નર્મદા અપાર્ટમેન્ટમાં ગઈ કાલે બપારે ગેટ-નંબર ૩૧ પાસે બે માળના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી
રાષ્ટ્રપતિભવનના પરિસરમાં લાગેલી ભીષણ આગ
ભારતની રાજધાની દિલ્હીના સૌથી સુરક્ષિત અને હાઈ-પ્રોફાઇલ ગણાતા રાષ્ટ્રપતિભવનના પરિસરના નર્મદા અપાર્ટમેન્ટમાં ગઈ કાલે બપારે ૧.૫૧ વાગ્યે ગેટ-નંબર ૩૧ પાસે બે માળના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓને સૂચના મળતાં તરત જ ફાયર-બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી ગઈ હતી અને ૨૦ જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

