આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. જોકે આગનો રિપોર્ટ આવી ગયા બાદ ખરું કારણ જાણી શકાશે.
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-ઈસ્ટમાં અશોક ચક્રવર્તી રોડ પર બોનાન્ઝા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પહેલા માળે આવેલા ગાળામાં ગઈ કાલે સવારના સાત વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ કરવામાં આવ્યા બાદ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. બંધ ગાળામાં અચાનક આગ લાગવાથી ચારે બાજુએ ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ સવારના સમયે બધું બંધ હતું ત્યારે લાગવાથી જાનહાનિ ટળી હતી. પાંચેક કલાકની જહેમત બાદ ફાયર-બ્રિગેડે બપોરના સાડાબાર વાગ્યે આગ બુઝાવી નાખી હતી. આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. જોકે આગનો રિપોર્ટ આવી ગયા બાદ ખરું કારણ જાણી શકાશે.

