સીઝનમાં તેણે પચીસ ગોલ પૂરા કર્યા હતા. તેણે હમણાં સુધી બે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ અને ચાર ક્લબ લેવલની ટુર્નામેન્ટમાં ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો.
ઇંગ્લૅન્ડનો હૅરી કૅન
IPLની છેલ્લી ૧૮ સીઝનથી જેમ સ્ટાર બૅટર વિરાટ કોહલી પોતાના પહેલા ટાઇટલને હાથમાં ઉપાડવાની રાહ જોઈ રહ્યો છે, એવો જ હાલ હમણાં સુધી ઇંગ્લૅન્ડના ફુટબૉલર હૅરી કૅનનો હતો, પણ ગઈ કાલે તેણે જર્મનીની પ્રતિષ્ઠિત બુન્ડેસલીગામાં તેની ક્લબ બાયર્ન મ્યૂનિખ દ્વારા બોરુસિયા ક્લબ સામે ૨-૦થી ફાઇનલ મૅચ જીતતાં જ તેનું સ્વપ્નું પૂરું થયું હતું. બાયર્ન મ્યૂનિખ ક્લબનું આ ટુર્નામેન્ટમાં રેકૉર્ડ ૩૪મું ટાઇટલ હતું, પણ હૅરી કૅનની કરીઅરનું આ પહેલવહેલું ટાઇટલ હતું. ફાઇનલમાં એક ગોલ ફટકારી આ સીઝનમાં તેણે પચીસ ગોલ પૂરા કર્યા હતા. તેણે હમણાં સુધી બે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ અને ચાર ક્લબ લેવલની ટુર્નામેન્ટમાં ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો.

