નિર્મલ કપૂરનું બીજી મેએ નિધન થયું હતું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બૉલીવુડના અભિનેતા અનિલ કપૂર, સંજય કપૂર અને ફિલ્મનિર્માતા બોની કપૂરનાં મમ્મી નિર્મલ કપૂરનું બીજી મેએ નિધન થયું હતું. ધાર્મિક વિધિના ભાગરૂપે ગઈ કાલે વાલકેશ્વરમાં આવેલા બાણગંગા તળાવમાં ત્રણેય કપૂર ભાઈઓ સહિત પરિવારના સભ્યોએ માતાનાં અસ્થિનું વિસર્જન કર્યું હતું.

