અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જ્યારે તમને જરૂર હોય ત્યારે વાત કરો, ખાસ કરીને જો તમે એવી વ્યક્તિ સાથે વ્યવહાર કરી રહ્યા છો જે પ્રામાણિક નથી અથવા મનની રમતો રમવાનું અથવા ઉશ્કેરણી કરવાનું વલણ ધરાવે છે. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો અને ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ મળે છે. વરિષ્ઠ લોકોએ જીવનશૈલીમાં કોઈ પણ યોગ્ય ફેરફાર કરવો જરૂરી છે. તમારા અંતઃકરણની પ્રેરણા સાંભળો, પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે વ્યાવહારિકતાને નજરઅંદાજ ન કરશો.
ટૉરસ રાશિના લોકો કેવા હોય છે?
આ રાશિના લોકો ખૂબ સરળતાથી તેમના કમ્ફર્ટ ઝોનમાં અટવાઈ શકે છે. આનો અર્થ એ થઈ શકે છે કે તેઓ ઘટના પૂરી થઈ ગયા પછી પણ એ જ સ્થિતિમાં જકડાયેલા રહે છે. તેઓ જોખમ લેવાને બદલે દરરોજ એકનું એક રટણ કરીને જીવી શકે છે. આ રાશિના લોકોનો જીવનમાં સારી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ ભૌતિકવાદમાં ફેરવાઈ શકે છે, જ્યાં તેઓ કિંમત અને દેખાવ દ્વારા દરેક વસ્તુને મૂલવે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
નિષ્ણાત હોય અથવા યોગ્ય માહિતી આપવાનો અનુભવ ધરાવતી કોઈ વ્યક્તિની સલાહ પર ધ્યાન આપજો. જો તમારી પાસે બજેટ ન હોય તો વધુપડતો ખર્ચ કરવાનું ટાળજો.
સંબંધોની ટિપ ઃ મિત્ર કે નજીકનાં સગાંસંબંધી સાથે બિનજરૂરી દલીલ કરવાનું ટાળજો. તમારા વ્યક્તિગત અને સામાજિક નેટવર્કને વિસ્તૃત કરવાનો આ સારો સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
સહ-કર્મચારીઓ અને ગ્રાહકો સાથેની વાતચીતમાં તમારા અહંકારને બને ત્યાં સુધી દૂર રાખો. આધ્યાત્મિક સાધના કરતા લોકો એને આગલા સ્તરે લઈ જઈ શકે છે.
સંબંધોની ટિપ ઃ મિત્રો અને પ્રિયજનો સાથે તમારા સમીકરણને મજબૂત કરવાં હોય તો પ્રામાણિક પરંતુ પ્રેમાળ વાતચીત એ શ્રેષ્ઠ માર્ગ છે. અન્ય લોકો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો એ સ્પષ્ટ રાખો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
વડીલ અથવા માર્ગદર્શકની સલાહ અમૂલ્ય રહેશે, પરંતુ તમારે તકનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર છે. તમારા ખર્ચ પ્રત્યે સચેત રહો અને બજેટને વળગી રહો.
સંબંધોની ટિપ ઃ પડકારજનક સંબંધોમાંથી પસાર થઈ રહેલા લોકોએ શું કરવાની જરૂર છે એ સ્પષ્ટ હોવું જોઈએ. ઑનલાઇન મૅચ શોધી રહેલા સિંગલ લોકોએ પોતાની જાતે રિસર્ચ કરવાની જરૂર છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
આ તમારા માટે સારી ન હોય એવી કોઈ પણ આદત છોડી દેવાનો આ સારો સમય છે. જો તમારે કોઈ કૌટુંબિક નાણાકીય કે મિલકતના મામલામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો સાવચેત રહો.
સંબંધોની ટિપ ઃ જેમનું સામાજિક વર્તુળ મોટું છે તેમને કોની સાથે રહેવું એ પસંદ કરવું પડી શકે છે. જેઓ બાળક મેળવવા માગે છે તેઓ સકારાત્મક તબક્કામાં છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કામમાં પ્રમોશન મેળવવા માટે અથવા નવા કરારની વાટાઘાટો કરી રહેલા લોકો માટે આ સકારાત્મક સમય છે. તમારી વાતચીત અને કમ્યુનિકેશનમાં ખૂબ સ્પષ્ટ રહો.
સંબંધોની ટિપ ઃ સંબંધો અને મિત્રતા માટે આ સામાન્ય રીતે સકારાત્મક સમય છે. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ એને આગલા સ્તરે લઈ જઈ શકે છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો તમારી પાસે એક કરતાં વધુ વિકલ્પો હોય તો કાળજીપૂર્વક પસંદ કરો. મિલકતની બાબતો, ખરીદી અને વેચાણ બન્ને માટે આ સકારાત્મક સમય છે, પરંતુ તમારે ખાતરી કરવાની જરૂર છે કે બધા દસ્તાવેજો યોગ્ય છે કે નહીં.
સંબંધોની ટિપ ઃ જેમણે સંબંધમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તેમણે સારી રીતે વિચારીને પસંદગી કરવાની જરૂર છે. વિદેશમાં જીવનસાથી શોધી રહેલા સિંગલ લોકો સકારાત્મક તબક્કામાં છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જે લોકો પર કામના સ્થળે વધારાની જવાબદારીઓ છે તેમણે કામમાં ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ અને સમય અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. આવેશમાં આવીને નાણાકીય નિર્ણયો લેવાનું ટાળવું.
સંબંધોની ટિપ ઃ કોઈ પણ પડકારને વ્યાવહારિક રીતે હૅન્ડલ કરો. વૃદ્ધ વ્યક્તિને થોડી વધારાની ધ્યાનની જરૂર પડી શકે છે. શક્ય એટલા વધુ સમજદાર બનવાનો પ્રયાસ કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પરિસ્થિતિને હૅન્ડલ કરવાની પરંપરાગત રીત શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારે કેટલીક પરિસ્થિતિઓને જેવી દેખાય છે એવી જ સ્વીકારી લેવી પડી શકે.
સંબંધોની ટિપ ઃ એવા સંબંધો અને મિત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરો જે ખરેખર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. ઑનલાઇન લોકોને મળતા સિંગલ લોકોએ ખૂબ ઝડપથી વધુ પડતી વ્યક્તિગત માહિતી આપવી ન જોઈએ.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
પરિસ્થિતિ જેમ છે એમ કામ કરો અને ખાતરી કરો કે તમે જે યોગ્ય છે એ કરો છો. જોખમી રોકાણ ટાળો, ખાસ કરીને જ્યારે મોટું રોકાણ કરવાનું હોય ત્યારે.
સંબંધોની ટિપ ઃ તમારી અપેક્ષાઓ વિશે ખૂબ સ્પષ્ટ રહો. એવું ન માનો કે અન્ય લોકો તમારા દૃષ્ટિકોણને સમજે છે. જેઓ બાળક મેળવવા માગે છે તેમને માટે આ એક સકારાત્મક સમય છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
બિનજરૂરી કાર્યોમાં સમય બગાડવાનો પ્રયાસ ન કરો અને ખાતરી કરો કે તમે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરો છો. બિનજરૂરી ખર્ચ અને ખરીદી ટાળો.
સંબંધોની ટિપ ઃ જૂની મિત્રતા અથવા કોઈ સંબંધમાં તમે એવા મોડ પર છો જેમાં તમારે સારી રીતે વિચારીને નિર્ણય લેવો પડશે. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશન્સમાં અથવા લગ્નજીવનમાં અપેક્ષાઓ વિશે ખૂબ સ્પષ્ટ રહેવાની જરૂર છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જે લોકો તમારી નજીક નથી તેમની સાથે વ્યક્તિગત જીવન વિશે વાત કરવાનું ટાળો. પરિસ્થિતિને સ્પષ્ટ રીતે જોવા માટે તમારે દૃષ્ટિકોણમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.
સંબંધોની ટિપ ઃ જો કોઈ પરિસ્થિતિ તમને પરેશાન કરી રહી હોય તો સ્પષ્ટ વાતચીત મહત્ત્વપૂર્ણ રહેશે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમારી પાસે જે વિકલ્પો છે એ સમજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તકોનો મહત્તમ ઉપયોગ કરો અને શક્ય એટલો કાર્યક્ષમ રીતે સમયનો ઉપયોગ કરો. આ નાણાકીય બાબતો માટે સકારાત્મક સમય છે. તમે સારી રીતે વિચારીને નિર્ણય લો.
સંબંધોની ટિપ ઃ સ્થિરતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી કાળજી બતાવવા માટે નાનાં કાર્યો કરો. સંબંધ પડકારમાંથી પસાર થઈ રહેલા લોકોએ પોતાની જાત સાથે અને બીજી વ્યક્તિ સાથે પ્રામાણિક રહેવાની જરૂર છે.

