ઇન્દોરમાં ૧૭ વર્ષની રાધિકા દુબે નામની ટીનેજરે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરતાં પહેલાં બે પેઇન્ટિંગ બનાવ્યાં હતાં
એક ચિત્રમાં તેણે દુનિયાનું ચિત્રણ કર્યું હતું અને બીજામાં તે જાણે બધાને બાય-બાય કહી રહી હોય એમ હાથ ઊંચો કરીને જઈ રહી હોય એવું દેખાડ્યું હતું
ઇન્દોરમાં ૧૭ વર્ષની રાધિકા દુબે નામની ટીનેજરે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરતાં પહેલાં બે પેઇન્ટિંગ બનાવ્યાં હતાં. એમાં એક ચિત્રમાં તેણે દુનિયાનું ચિત્રણ કર્યું હતું અને બીજામાં તે જાણે બધાને બાય-બાય કહી રહી હોય એમ હાથ ઊંચો કરીને જઈ રહી હોય એવું દેખાડ્યું હતું. જોકે તેણે સુસાઇડ કેમ કર્યું હતું એનું કારણ હજી જાણી શકાયું નહોતું. રાધિકાએ મરતાં પહેલાં દોરેલાં બે ચિત્રો તેની રૂમમાંથી મળી આવ્યાં હતાં. એમાં એક પ્રકૃતિનું ચિત્ર હતું. એમાં સૂરજ, વૃક્ષો અને શાંત વાતાવરણ દેખાડ્યું હતું. બીજું ચિત્ર તે બાય-બાય કરીને જતી હોય એવું હતું. ચિત્રમાં તેની પીઠ હતી અને હાથ ઊંચો હતો. રૂમમાંથી બીજી કોઈ સુસાઇડ-નોટ હજી સુધી નહોતી મળી. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહ્યું છે કે તે માનસિક તનાવમાંથી પસાર થઈ રહી હતી. જોકે તેણે દોરેલાં બે ચિત્રો દ્વારા ટીનેજરની માનસિક અવસ્થાને સમજવાના પ્રયાસ થશે.


