Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટીની જેમ બૉલીવુડની બીજી પાંચ સેલિબ્રિટીઝને પણ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકી

રોહિત શેટ્ટીની જેમ બૉલીવુડની બીજી પાંચ સેલિબ્રિટીઝને પણ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકી

Published : 06 February, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે પોલીસ કહે છે કે તમે ફરિયાદ ન કરો અને અમે સામે ચાલીને કાર્યવાહી કરીએ એવી અપેક્ષા વધારે પડતી છે

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


બિશ્નોઈ ગૅન્ગ તરફથી ઓછામાં ઓછી પાંચ સેલિબ્રિટીઝને ખંડણી માટે ફોન કરવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી છે. રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગના કેસમાં તપાસ કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે જેમ રોહિત શેટ્ટીને અનેક વાર ધમકીભર્યા કૉલ કરવામાં આવ્યા હતા એ રીતે અન્ય સેલિબ્રિટીઝને પણ કૉલ કરવામાં આવ્યા છે. જોકે એક પણ સેલિબ્રિટીએ આની ફરિયાદ નોંધાવી નથી કે કોઈએ આ બાબતે કોઈ નિવેદન પણ આપ્યું નથી.

પોલીસે કહ્યું હતું કે જો પોલીસ જાતે આ બાબતે ફરિયાદ નોંધે અને તપાસ કરે તો એ પોલીસ માટે ઘણું ગૂંચવણભર્યું કામ બનશે. પોલીસ-અધિકારીના જણાવવા મુજબ રોહિત શેટ્ટીએ પોતે પણ ધમકીના કૉલ આવતા હોવાની મનાઈ કરી હતી, પરંતુ લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગના સાગરીત શુભમ લોણકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફાયરિંગની જવાબદારી સ્વીકારી ત્યારે તેણે અનેક વાર રોહિત શેટ્ટીને કૉલ કર્યો હોવાનો ઉલ્લેખ હતો.



પોલીસની વિવિધ ટીમો હવે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ અને માસ્ટરમાઇન્ડ શુભમને શોધી રહી છે ત્યારે અન્ય સેલિબ્રિટીઝને પણ આવા કૉલ મળ્યાની દિશામાં તપાસ કરવાની પોલીસની તૈયારી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK