Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલોમાં ૩૦૦૦+ બાળકોને ભોજન પૂરું પાડતી સંસ્થાનું લાઇસન્સ સસ્પેન્ડ

સ્કૂલોમાં ૩૦૦૦+ બાળકોને ભોજન પૂરું પાડતી સંસ્થાનું લાઇસન્સ સસ્પેન્ડ

Published : 05 August, 2026 09:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરની BMCની સ્કૂલમાં મિડ-ડે મીલમાંથી કાચ મળી આવ્યો હતો

શ્રુતિ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સંસ્થાના કિચનમાં ગંદકી.

શ્રુતિ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સંસ્થાના કિચનમાં ગંદકી.


ઘાટકોપર-ઈસ્ટમાં પંતનગર પોલીસ-સ્ટેશન નજીક આવેલી BMC સંચાલિત પ્રાઇમરી હિન્દી સ્કૂલમાં ગયા ગુરુવારે પીરસવામાં આવેલા મિડ-ડે મીલ (મધ્યાહ્‍‍ન ભોજન)માં કાચના નાના ટુકડા મળી આવ્યાની ગંભીર ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA)એ સોમવારે સ્કૂલને ભોજન પૂરું પાડતી સંસ્થા સામે કડક કાર્યવાહી કરીને એનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.

FDAના અસિસ્ટન્ટ કમિશનર નીતિન સાનપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે BMC સંચાલિત સ્કૂલમાં બનેલી ઘટના બાદ સ્કૂલને ભોજન પૂરું પાડતી સંસ્થાની ફરિયાદો અમારી પાસે આવી હતી. એની તપાસ કરવા માટે વિક્રોલી-વેસ્ટમાં આવેલી શ્રુતિ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સંસ્થાના કિચનનું સોમવારે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ સંસ્થા દરરોજ સ્કૂલનાં ૩૦૦૦થી વધુ બાળકોને ખોરાક પૂરો પાડે છે. જોકે સંસ્થામાં FDAના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળ્યું હતું. આવી ખામીઓ અને બેદરકારીને કારણે નાનાં બાળકોના આરોગ્ય અને જીવન સામે ગંભીર જોખમ ઊભું થવાની પૂરેપૂરી શક્યતા હતી. જાહેર આરોગ્ય અને સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક અસરથી એ સંસ્થાનું ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK