Ghatkopar Station Stampede: કેટલાક મુસાફરો તો એસ્કેલેટર્સનો ઉપયોગ કરીને મેટ્રો સ્ટેશન સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પગ મૂકવાની પણ જગ્યા નથી.
વિવિધ વાયરલ વીડિયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીન શૉટ્સ
Ghatkopar Station Stampede: મુંબઈની લાઈફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં કીડિયારુંની જેમ ઊભરાતા માનવમહેરામણના વિડીયો અનેકવાર સામે આવતા હોય છે. જોકે, મુંબઈ લોકલ અને ભીડ હવે એકમેકના પર્યાય બની ગયા છે. ઘણીવાર તો લોકો જીવ જોખમમાં મૂકીને પણ ચપોચપ ભરાયેલા ડબ્બામાં ચડતા હોય છે. તાજેતરમાં જ થાણેમાં ભયાવહ દુર્ઘટના બની હતી. જેમાં અનેક જણ ઘાયલ થયા હતા તો કેટલાકે તો જીવ પણ ગુમાવ્યો હતો.
હવે ફરીથી એકવાર આજે સવારે ઘાટકોપર રેલવે સ્ટેશનમાં થયેલી પ્રચંડ ભીડ (Ghatkopar Station Stampede)નો વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. મોટા પ્રમાણમાં સ્ટેશન પર ભીડ એકઠી થઈ જવાથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
ADVERTISEMENT
મુંબઈની બ્લુ લાઇન 1 મેટ્રોમાં ટેકનિકલ સમસ્યા બાદ થયેલા ધાંધિયાનો વિડીયો જુઓ અહીં
View this post on Instagram
આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે લોકો એકમેકને ધક્કો મારી મારીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભીડ એટલી હદ સુધી નિયંત્રણની બહાર ગઈ હતી કે કેટલાંક પેસેન્જર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આગળ વધવાનો માર્ગ શોધી રહ્યા છે. જોકે, પગ મૂકવાની પણ જગ્યા બાકી હોય તેવું લાગતું નથી. કેટલાક મુસાફરો તો એસ્કેલેટર્સનો ઉપયોગ કરીને મેટ્રો સ્ટેશન સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વિવિધ વિડિયોઝ જોવા મળી રહ્યા છે
Mumbai Metro One condition, Ghatkopar Stn No ventilation. Suffocation. Worse Managed Station @Ghatkopar4Right @chheda_pravin @drmbct @Central_Railway pic.twitter.com/B5GDhs48JK
— veeram (@veeram_0110) July 7, 2025
ઘાટકોપરનો જ એક બીજો વીડિયો શૅર (Ghatkopar Station Stampede) કરવામાં આવ્યો છે. જેમાં પુરુષ પેસેન્જર્સ ચાલતી ટ્રેનમાંથી બળજબરીથી એકેમકને ધક્કો મારતા અને કૂદી પડતા જોવા મળે છે. આ વીડિયો Reddit પર શૅર કરવામાં આવ્યો છે.
મુંબઈના ઘાટકોપર સ્ટેશન પરના આ વાયરલ થયેલા વીડિયોમાં લોકલ ટ્રેનમાં લોકોની દયનીય સ્થિતિ જોઈ શકાય છે. લોકો કહી રહ્યા છે કે જો આમાં નાની પણ ચૂક થઈ હોત તો ભયંકર પરિણામ આવ્યું હોત. આ વાયરલ વિડીયો જોઈને યુઝર્સ વિવિધ કમેન્ટ્સ આપે છે. જેમાં કેટલાક લોકોએ તો રેલવે અધિકારીઓ પાસેથી કાર્યવાહીની માંગ કરી છે. ઘણા લોકોએ રેલ વિભાગની આ બેજવાબદારી સામે આંગળી ઉઠાવી છે.
Ghatkopar Station Stampede: આવું અનેકવાર ઘણા સ્ટેશનો પર થતું આવ્યું છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વધુ પડતી પેસેન્જર્સની ભીડ જોવા મળે છે. હવે આ ઘાટકોપરનો વિડીયો સામે આવ્યા બાદ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ અને મુસાફરોની સલામતી અંગે ફરીથી ચર્ચાઓ તેજ બની છે.
ઘાટકોપર સ્ટેશન પરથી સામે આવેલા વીડિયોમાં લાઈફ લાઇનમાં પેસેન્જર્સની સલામતી અંગે ફરી સવાલો ઊભા થયા છે. લોકોએ રીતસરના સવાલ કર્યા છે કે વધુ પડતી ભીડને પહોંચી વળવા માટે સરકાર આખરે કરે છે શું? લોકલ ટ્રેનોમાં વધુ પડતી ભીડ અને તંગ પરિસ્થિતિઓ ચિંતાનો વિષય બની ગઈ છે, મુંબઈ જેવા શહેરમાં એકબાજુ સ્થળાંતર અને જન્મદર વધવાને કારણે ભયંકર વસ્તીવધારો થયો છે. લોકો કહી રહ્યા છે કે આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે સરકારે વાસ્તવિક પગલાં લેવા જોઈએ.
એકબાજુ જ્યાં ઘાટકોપર મેટ્રો લાઇન શહેરના મુખ્ય કોર્પોરેટ વિસ્તારોને જોડે છે, વળી અહીં રેલવે સ્ટેશનથી સરળ રીતે પહોંચી શકાય છે. જેનાથી મુંબઈકરો માટે અવરજવર સરળ બને છે. એટલે આ પ્રકારના સ્ટેશનો પર આવી સ્થિતિ (Ghatkopar Station Stampede) સર્જાય એમાં કોઈ નવાઈ નથી. ખરેખર, મુંબ્રામાં બનેલી ઘટના ફરીથી ન થાય તો જ સારું.

