Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૦ વર્ષ પહેલાં ખાલી થઈ ગયેલા ગામને ઘુમક્કડોએ શોધી કાઢ્યું, હવે લોકો ત્યાં તૂટેલાં ઘરો જોવા જાય છે

૧૦૦ વર્ષ પહેલાં ખાલી થઈ ગયેલા ગામને ઘુમક્કડોએ શોધી કાઢ્યું, હવે લોકો ત્યાં તૂટેલાં ઘરો જોવા જાય છે

Published : 20 June, 2026 02:00 PM | IST | North Wales
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૉર્થ વેલ્સ દેશમાં ૧૦૦ વર્ષ પહેલાં ખાલી થઈ ગયેલું તાલિસર્ન ગામ તાજેતરમાં કેટલાક ઘુમક્કડોએ ખોળી કાઢ્યું છે

ઘુમક્કડોએ તાજેતરમાં આ ગામની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે

અજબ ગજબ

ઘુમક્કડોએ તાજેતરમાં આ ગામની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે


યુનાઇટેડ કિંગડમ પાસે આવેલા નૉર્થ વેલ્સ દેશમાં ૧૦૦ વર્ષ પહેલાં ખાલી થઈ ગયેલું તાલિસર્ન ગામ તાજેતરમાં કેટલાક ઘુમક્કડોએ ખોળી કાઢ્યું છે. નૅન્ટન વૅલીમાં આવેલા આ ગામમાં ૧૯મી સદીમાં સ્લેટનો ઉદ્યોગ ખૂબ તેજીથી વધી રહ્યો હતો. અહીં સ્લેટની ખાણો હતી. આ ખાણો પાસે ખૂબ કામ મળતું હોવાથી અહીં લગભગ ૨૦૦૦ લોકોનું ગામ વસી ગયું હતું.



જોકે ખાણમાંથી ખનનપ્રક્રિયા એટલી તેજ થઈ ગઈ કે લોકોએ જ્યાં ગામ વસેલું એની નીચે સુધીની જમીન ખોદી કાઢી હતી. ખનનપ્રક્રિયા વિશે સ્થાનિક સરકારનું ધ્યાન જતાં ભૌગોલિક રીતે આ ગામ ગમે ત્યારે જમીનમાં ધસી પડે એવી સંભાવનાઓ ભાખવામાં આવી. જો આવું થાય તો આખું ગામ હતું ન હતું થઈ જાય અને ૨૦૦૦ લોકોનો જીવ જોખમમાં મુકાય. આવું ન થાય એ માટે સરકારે આખું ગામ ખાલી કરવાનો હુકમ આપ્યો. ૧૯૨૭માં લોકોને એકસાથે ઉચાળા ભરીને પોતાનાં ઘરોને એમ જ છોડવા મજબૂર કરવામાં આવ્યા.


તેમને સેંકડો કિલોમીટર દૂર વસાવવા માટે મદદ કરવામાં આવી. આ નવા ગામનું નામ પણ તાલિસર્ન જ રાખવામાં આવ્યું. આ ગામ છોડ્યા પછી અહીં ભૂતિયો માહોલ જ થઈ ગયો. આટલાં વર્ષોમાં ભાગ્યે જ કોઈ આ ગામ ભણી ગયું હશે. એને કારણે ઘરોની અંદર જંગલ ઊગી નીકળ્યાં છે. હવે અહીં ઘર હોય કે રસ્તાઓ, બધે જ જંગલ જેવો માહોલ બની ગયો છે. જંગલમાં ફરવાના શોખીન કેટલાક ઘુમક્કડોએ તાજેતરમાં આ ગામની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે. એ જોઈને હવે જંગલ ખૂંદવાના એકલદોકલ શોખીનો ખંડેર ગામમાં ફરીને અહીંની અવનવી તસવીરો શૅર કરવા લાગ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 02:00 PM IST | North Wales | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK