Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોવંડીની સ્કૂલનો પ્યુન સ્કૂલની ખાલી રૂમમાં લઈ જઈને ૬ વર્ષના વિદ્યાર્થી સાથે ચેડાં કરતો હતો

ગોવંડીની સ્કૂલનો પ્યુન સ્કૂલની ખાલી રૂમમાં લઈ જઈને ૬ વર્ષના વિદ્યાર્થી સાથે ચેડાં કરતો હતો

Published : 09 May, 2026 08:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવંડીની એક જાણીતી સ્કૂલનો ૪૫ વર્ષનો પ્યુન રાજેશ મહાકાલ છેલ્લા એક વર્ષથી ૬ વર્ષના એક સ્ટુડન્ટ પર જાતીય અત્યાચાર કરી રહ્યો હતો. તે સ્ટુડન્ટને સ્કૂલની ખાલી રૂમમાં લઈ જઈને અત્યાચાર કરતો હોવાનો તેના પર આરોપ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ગોવંડીની એક જાણીતી સ્કૂલનો ૪૫ વર્ષનો પ્યુન રાજેશ મહાકાલ છેલ્લા એક વર્ષથી ૬ વર્ષના એક સ્ટુડન્ટ પર જાતીય અત્યાચાર કરી રહ્યો હતો. તે સ્ટુડન્ટને સ્કૂલની ખાલી રૂમમાં લઈ જઈને અત્યાચાર કરતો હોવાનો તેના પર આરોપ છે. નાના એવા છોકરાએ તેના પરિવારને આ ઘટનાની જાણ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી પરિવારે તાત્કાલિક ગોવંડી પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને ગંભીરતાથી લઈને પોલીસે પ્યુન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેની પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કાયદા હેઠળ ધરપકડ કરી હતી. પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે CCTV કૅમેરાના ફુટેજની ચકાસણી કરીને અને સ્ટાફની પૂછપરછ કરીને આ મામલાની વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK