Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૪ દિવસમાં ભારતીય હૉકી ટીમે પાકિસ્તાને બે વખત કચડી નાખ્યું

૪ દિવસમાં ભારતીય હૉકી ટીમે પાકિસ્તાને બે વખત કચડી નાખ્યું

Published : 28 June, 2026 03:40 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતને ઇન્ડોનેશિયા સામે ૨-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અજેય રહીને સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું. 

ભારતીય હૉકી ટીમ

ભારતીય હૉકી ટીમ


મેન્સ હૉકી પ્રો લીગના લંડન તબક્કામાં ૪ દિવસની અંદર ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમી હાર આપી છે. મંગળવારે ભારતે ૪-૩થી અને શુક્રવારે મોડી રાતે ૭-૧થી શાનદાર અંદાજમાં પાકિસ્તાન સામે જીત નોંધાવી હતી. એપ્રિલ ૨૦૧૬થી પાકિસ્તાન સામે અજેય રહેવાનો રેકૉર્ડ ભારતે જાળવી રાખ્યો છે. શુક્રવારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબુ ૧૩મી મિનિટે એક માત્ર ગોલ કરી શક્યો હતો. ત્યાર બાદ ભારતે શાનદાર ૭ ગોલ કરીને પાકિસ્તાની પ્લેયર્સના હાલબેહાલ કર્યા હતા. સુખજિત સિંહ (૨૦ મિનિટ), કૅપ્ટન હરમનપ્રીત સિંહ (૨૬ મિનિટ), હાર્દિક સિંહ (૩૪ મિનિટ), જુગરાજ સિંહ (૩૫ મિનિટ), અભિષેક નૈન (૪૧ મિનિટ), રાજ કુમાર પાલ (૪૪ મિનિટ) અને દિલપ્રીત સિંહ (૫૪ મિનિટ) દ્વારા ૭ ગોલ નોંધાયા હતા. હાર્દિક સિંહને મિડફીલ્ડમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

આજે વૉલીબૉલ કપમાં બ્રૉન્ઝ મેડલ માટે રમશે ભારત



અમદાવાદમાં આયોજિત AVC વૉલીબૉલ કપમાં ભારતને પોતાની પહેલવહેલી સેમી-ફાઇનલમાં હાર મળી હતી. આજે સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે ફાઇનલ મૅચ રમાશે, જ્યારે ભારત બ્રૉન્ઝ મૅડલ માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાહરિન સામે રમશે. સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયાએ બાહરિન સામે ૩-૧થી જીત મેળવી હતી. ભારતને ઇન્ડોનેશિયા સામે ૨-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અજેય રહીને સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 03:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK