હૈદરાબાદમાં રોડને નામ અપાયું ડોનલ્ડ ટ્રમ્પ ઍવન્યુ, અમેરિકન પ્રેસિડન્ટે ભારતનો આભાર માનીને કહ્યું... આ અભૂતપૂર્વ સન્માન
તેલંગણ સરકારે હૈદરાબાદના બિઝનેસ ડિસ્ટ્રિક્ટ નાનકરામગુડામાં અગાઉ US કૉન્સ્યુલેટ રોડ તરીકે ઓળખાતા રોડનું હવે ‘ડોનલ્ડ ટ્રમ્પ ઍવન્યુ’ નામકરણ કર્યું છે.
હૈદરાબાદમાં અમેરિકન કૉન્સ્યુલેટ નજીકના રસ્તાનું નામ ‘ડોનલ્ડ ટ્રમ્પ ઍવન્યુ’ રાખવામાં આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારતનો આભાર માન્યો હતો અને ટ્રુથ સોશ્યલ પરની એક પોસ્ટમાં એને અભૂતપૂર્વ સન્માન ગણાવ્યું હતું. નામકરણ અનાવરણ સમારોહનો ફોટોગ્રાફ શૅર કરતાં ટ્રમ્પે લખ્યું હતું કે ‘ભારતના હૈદરાબાદમાં નવો ડોનલ્ડ ટ્રમ્પ ઍવન્યુ, આ રીતે સન્માનિત થનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ. આભાર!’
ભારતમાં પહેલી વાર કોઈ અમેરિકન પ્રેસિડન્ટનું નામ કોઈ રોડને આપવામાં આવ્યું છે અને આવું માન મેળવનારા તેઓ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ છે.
ADVERTISEMENT
તેલંગણ સરકારે હૈદરાબાદના બિઝનેસ ડિસ્ટ્રિક્ટ નાનકરામગુડામાં અગાઉ US કૉન્સ્યુલેટ રોડ તરીકે ઓળખાતા રોડનું હવે ‘ડોનલ્ડ ટ્રમ્પ ઍવન્યુ’ નામકરણ કર્યું છે. આ રોડ પર અમેરિકન ડિપ્લોમૅટિક મિશન ઉપરાંત માઇક્રોસૉફ્ટ, ગૂગલ અને ઍમૅઝૉન સહિત ઘણી મોટી અમેરિકન ટેક્નૉલૉજી કંપનીઓની ઑફિસો છે.
