રિઝલ્ટ આજે સવારે ૧૧ વાગ્યે CISCEની ઑફિશ્યલ વેબસાઇટ cisce.org પર મૂકવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
કાઉન્સિલ ફૉર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર કરશે. વર્ષ ૨૦૨૫માં લેવાયેલી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC)ની ધોરણ ૧૨ની પરીક્ષા અને ઇન્ડિયન સ્કૂલ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ની ધોરણ ૧૦ની પરીક્ષાનું રિઝલ્ટ આજે સવારે ૧૧ વાગ્યે CISCEની ઑફિશ્યલ વેબસાઇટ cisce.org પર મૂકવામાં આવશે. વેબસાઇટ પરથી રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) અને ઇન્ડેક્સ નંબર વડે લૉગ-ઇન કરવાનું રહેશે. માર્કશીટમાં કૅન્ડિડેટનું નામ, સ્કૂલનું નામ, રોલ નંબર, સબ્જેક્ટ અને માર્કસ વગેરે ચકાસીને કોઈ ભૂલ હોય તો સ્કૂલ-ઑથોરિટીનું ધ્યાન દોરવાનું CISCEના નિવેદનમાં જણાવાયું છે.

