થાણેમાં રેલવેના અધિકારીઓ અને થાણેના સંસદસભ્ય મરેશ મ્હસ્કેએ ગઈ કાલે આ ઘટનાની ઉજવણી કરી હતી
ઉજવણી દરમિયાનની મોહક તસવીરો
દેશમાં સૌથી પહેલી ટ્રેન ૧૮૫૩ની ૧૬ એપ્રિલે બોરીબંદર (મુંબઈ)થી થાણે દોડી હતી. સ્ટીમ એન્જિન ધરાવતી પહેલી ટ્રેને ૩૪ કિલોમીટરનું અંતર કાપ્યાની એ ઘટનાને ગઈ કાલે ૧૭૧ વર્ષ પૂરાં થયાં હતાં.
ADVERTISEMENT
એટલે થાણેમાં રેલવેના અધિકારીઓ અને થાણેના સંસદસભ્ય મરેશ મ્હસ્કેએ ગઈ કાલે આ ઘટનાની ઉજવણી કરી હતી. સ્ટીમ એન્જિનને સજાવી અને એકબીજાને મોં મીઠું કરાવીને એ ઘટનાને યાદ કરવામાં આવી હતી.

