Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં ૧.૨૫ કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત, બે જણની ધરપકડ

નવી મુંબઈમાં ૧.૨૫ કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત, બે જણની ધરપકડ

Published : 26 April, 2026 08:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દારૂબંધી કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને ડ્રાઇવર સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈમાં એક ટ્રકમાં ૧.૨૫ કરોડ રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂની દાણચોરી કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ એક્સાઇઝના સુપરિન્ટેન્ડેન્ટ પ્રવીણ તાંબેએ આ કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બાતમીના આધારે અમારી ફ્લાઇંગ સ્ક્વૉડે શુક્રવારે સાંજે ૫.૧૫ વાગ્યે થાણે-બેલાપુર રોડ પર એક ટ્રકને અટકાવી હતી. આ ટ્રકમાં સિમેન્ટની થેલીઓ ભરેલી હતી, પરંતુ સંપૂર્ણ તપાસ કરતાં ટીમને ખબર પડી કે સિમેન્ટની ગૂણીઓની નીચે ઇન્ડિયન મેડ ફૉરેન લિકર (IMFL) છુપાવવામાં આવ્યો હતો દારૂને વાહનની અંદર ખાસ રીતે બનાવેલા છૂપા ખાનામાં સંતાડવામાં આવ્યો હતો. ૧.૨૫ કરોડ રૂપિયાના જથ્થામાં ગોવામાં ઉત્પાદિત અને ફક્ત મધ્ય પ્રદેશમાં વેચાણ માટે બનાવાયેલી વિવિધ બ્રૅન્ડના IMFLનો સમાવેશ થાય છે. દારૂબંધી કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને ડ્રાઇવર સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.’ 


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK