Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૂપર હૉસ્પિટલની બ્લડ-બૅન્કમાં ગોટાળા: બે દિવસ માટે લાઇસન્સ થયું સસ્પેન્ડ

કૂપર હૉસ્પિટલની બ્લડ-બૅન્કમાં ગોટાળા: બે દિવસ માટે લાઇસન્સ થયું સસ્પેન્ડ

Published : 06 November, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતી કાલથી લાઇસન્સ ફરીથી રિઝ્યુમ થઈ જશે

કૂપર હોસ્પિટલ

કૂપર હોસ્પિટલ


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત જુહુની કૂપર હૉસ્પિટલની બ્લડ-બૅન્કનું લાઇસન્સ રદ કરવાનો આદેશ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આપવામાં આવ્યો છે. નિયમોનું પાલન ન કરવા બદલ બહુદ્દેશ્ય સેવાભાવી વિકાસ સંસ્થાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યવાહી ફક્ત બે દિવસ પૂરતી જ મર્યાદિત હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. 
દસ્તાવેજોને યોગ્ય રીતે પ્રસ્તુત ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ૯૦ દિવસ પહેલાં જ નોટિસ મોકલવામાં આવી હોવા છતાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. 
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ FDAએ મુંબઈની ૩ બ્લડ-બૅન્કનાં લાઇસન્સ રદ કર્યાં હતાં. રક્તદાન કરનારાઓને બ્રૅન્ડેડ ઘડિયાળ આપીને રક્તદાન કરવા મજબૂર કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ મુજબ રક્તદાન સંપૂર્ણપણે સ્વેચ્છાએ કરવામાં આવતું કૃત્ય છે અને એ બદલ કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવું અથવા એના બદલામાં પૈસા કે અન્ય કોઈ ભેટ આપવી એ ગુનો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK