ઍરપોર્ટ પર બે લાખ રૂપિયાની હૅન્ડબૅગને લીધે ટીકાપાત્ર બનેલાં જયા કિશોરી કહે છે...
લાઇફ મસાલા
જયા કિશોરી
આધ્યાત્મિક વક્તા તરીકે ઓળખ ઊભી કરનારાં જયા કિશોરી તાજેતરમાં બે લાખ રૂપિયાની ડિઓર હૅન્ડબૅગ સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યાં અને સોશ્યલ મીડિયાના ‘કથાકારો’ તેમના પર તૂટી પડ્યા હતા. તેમણે મોંઘી હૅન્ડબૅગ રાખી છે અને એ બૅગ બનાવવામાં ગાયનું ચામડું વપરાતું હોવાની વાતથી લોકો વધુ અકળાયા છે. સોશ્યલ મીડિયામાં ભયંકર રીતે ટ્રોલ થયા પછી જયા કિશોરીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે પોતે ઘણાં વર્ષોથી આ બૅગ વાપરે છે અને ઘણી વાર ઍરપોર્ટથી પોતે પોસ્ટ કરેલા ફોટોમાં પણ આ બૅગ દેખાય છે એવું તેમણે કહ્યું છે. આ આધ્યાત્મિક વક્તાએ એમ પણ કહ્યું કે ‘હું સાધ્વી નથી, હું પણ સામાન્ય છોકરી જ છું. પૈસા ન કમાઓ, આ બધું મોહમાયા છે એવું મેં ક્યારેય નથી કહ્યું. મેં ત્યાગ નથી કર્યો તો હું તમને ત્યાગ કરવાનું કેવી રીતે કહી શકું?’
જયા કિશોરીએ વળતાં આરોપ મૂકતાં કહ્યું હતું કે આ કોઈ એજન્ડા હોય એવું લાગે છે. જયા કિશોરીએ ગૅરન્ટી આપી છે કે મને ઓળખતા લોકોને હું વિશ્વાસ અપાવું છું કે હું ક્યારેય ખોટું નહીં કરું.