ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના નિર્દેશની કરી ટીકા
જગદીપ ધનખડ
આપણી પાસે એવા જજ છે જે કાયદો બનાવશે, કાર્યપાલિકાની જેમ કામ કરશે, સુપરસંસદની જેમ કામ કરશે અને તેમની કોઈ જવાબદારી નહીં રહે કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ થશે નહીં. નવી દિલ્હીમાં એક જજના ઘરેથી બેનામી રોકડ મળી આવી, ૭ દિવસ સુધી કોઈને એની ખબર ન પડી. કેસમાં કોઈ ખાસ કાર્યવાહી હાથ ધરાઈ નથી. શું આ વિલંબ સમજી શકાય? શું આ માફી માની લઈએ? શું આનાથી કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા થતા નથી?’

