મેડિકલ કૉલેજમાં પૈસા આપીને ઍડ્મિશન કરાવી આપીશું એવું જુઠ્ઠાણું ચલાવી પાંચ લાખ રૂપિયા લઈને છેતરનારા બે ગઠિયાઓ સામે કલ્યાણ પોલીસે ગુનો નોંધીને શોધ ચાલુ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
મેડિકલ કૉલેજમાં પૈસા આપીને ઍડ્મિશન કરાવી આપીશું એવું જુઠ્ઠાણું ચલાવી પાંચ લાખ રૂપિયા લઈને છેતરનારા બે ગઠિયાઓ સામે કલ્યાણ પોલીસે ગુનો નોંધીને શોધ ચાલુ કરી છે.
કલ્યાણ પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના ફરિયાદીને ભાઈસાહેબ જાધવ અને તેમના અસિસ્ટન્ટ જયંત જાધવે ખાતરી આપી હતી કે પૈસા આપીને તેઓ ફરિયાદીના દીકરાનું અિહલ્યાનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન કરાવી આપશે. એથી ફરિયાદીએ તેમને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. એ પછી બન્ને ગઠિયાઓએ તેમને ઍડ્મિશન થઈ ગયું છે એમ જણાવ્યું હતું. આ માટે કેટલાક ખોટા દસ્તાવેજો પણ આપ્યા હતા. જ્યારે ફરિયાદીએ કૉલેજમાં તપાસ કરી ત્યારે જાણ થઈ કે તેમના દીકરાનું ઍડ્મિશન થયું જ નથી. એથી તેમણે બન્ને આરોપીઓ પાસે પાંચ લાખ રૂપિયા પાછા માગ્યા હતા. બન્નેએ ગલ્લાંતલ્લાં કરી આખરે ૪૦,૦૦૦ રૂપિયા પાછા આપ્યા હતા, પણ બાકીની રકમ તેઓ ઓળવી ગયા હતા. એથી ફરિયાદીએ બન્ને સામે કલ્યાણ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ બન્ને ગઠિયાઓને શોધી રહી છે.