Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલમાં ગુડ ટચ-બૅડ ટચના પાઠે બાળકીઓને આપી હિંમત

સ્કૂલમાં ગુડ ટચ-બૅડ ટચના પાઠે બાળકીઓને આપી હિંમત

Published : 09 May, 2026 08:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈના કામોઠેમાં ૩ માસૂમની છેડતી કરનાર સિક્યૉરિટી ગાર્ડ જેલભેગો...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


કામોઠેની એક સ્કૂલમાં આપવામાં આવેલા ‘ગુડ ટચ ઍન્ડ બૅડ ટચ’ના શિક્ષણને કારણે એક ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે. રેસિડેન્શિયલ સોસાયટીના પાર્કિંગમાં ત્રણ બાળકીઓની છેડતી કરવા બદલ પોલીસે ૨૮ વર્ષના સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યા અનુસાર ૩ મેએ સાંજે કામોઠેના સેક્ટર-૨૧ના એક બિલ્ડિંગના પાર્કિંગ-એરિયામાં મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના ચોકીદારે ત્રણ બાળકીઓને ખરાબ રીતે અડવાનો પ્રયત્ન કર્યો હતો.  જ્યારે ૬, ૭ અને ૯ વર્ષની ત્રણ બાળકીઓ પાર્કિંગમાં રમી રહી હતી ત્યારે આરોપીએ તેમની નજીક જઈને તેમની છેડતી કરી હતી.

બાળકોને શરીરના કયા અંગમાં કઈ રીતે કોઈ સ્પર્શ કરે તો ‘સારું’ કે ‘ખરાબ’ કહેવાય એ બાબતે સ્કૂલમાં ટીચરે ‘ગુડ ટચ ઍન્ડ બૅડ ટચ’ના માધ્યમથી વિશે સમજાવ્યું હોવાથી બાળકીઓને તેમની સાથે થયેલી ગેરવર્તણૂકનો અહેસાસ થયો અને તેમણે હિંમત કરીને પરિવારને એ બાબતની જાણ કરી હતી. બાળકીની મમ્મીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને જેલભેગો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK