Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના જિમીઝ બર્ગરના બર્ગરમાં કાચનો ટુકડો મળ્યો

મુંબઈના જિમીઝ બર્ગરના બર્ગરમાં કાચનો ટુકડો મળ્યો

Published : 21 August, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે તેને મુંબઈના અંધેરીમાં જિમીઝ બર્ગરમાં બર્ગરની અંદર કાચનો ટુકડો મળ્યો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે તેને મુંબઈના અંધેરીમાં જિમીઝ બર્ગરમાં બર્ગરની અંદર કાચનો ટુકડો મળ્યો જેના કારણે પોલીસ અને ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.

આ ઘટના કથિત રીતે ૧૬ ઑગસ્ટે બની હતી. તનિશા ગોગરી એક મિત્ર સાથે રેસ્ટોરાંમાં ગઈ હતી. તેણે કોરિયન વેજ બર્ગરનો ઑર્ડર આપ્યો હતો. તેની ફરિયાદ મુજબ તેને બર્ગર ખાતી વખતે અેમાં કાચનો ટુકડો મળ્યો. તેણે રેસ્ટોરાં-મૅનેજમેન્ટને ઘટનાની જાણ કરી હતી. તનિશાએ આરોપ લગાવ્યો છે કે રેસ્ટોરાંના મૅનેજમેન્ટે કાચનો ટુકડો તપાસ માટે સાચવવાને બદલે કચરાપેટીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ તનિશાના પિતાએ આંબોલી પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી અને FDAનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસ અને ફૂડ સેફ્ટી અધિકારીઓ ફરિયાદની તપાસ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK