દરદીઓ અને લોકોની હેલ્થની સામેના જોખમને ધ્યાનમાં રાખીને કૅન્ટીનનું લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
નાયર હૉસ્પિટલમાં FDAને કાર્યવાહી વખતે જોવા મળેલી અસ્વચ્છતા.
મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલની કૅન્ટીનની બુધવારે ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં ફૂડ સેફ્ટી ઍન્ડ હાઇજીન સ્ટાન્ડર્ડ્સનું પાલન ન કરવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું. દરદીઓ અને લોકોની હેલ્થની સામેના જોખમને ધ્યાનમાં રાખીને કૅન્ટીનનું લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સિવાય કોલાબામાં આવેલા ઑલિમ્પિયા કૉફી હાઉસની ચકાસણી દરમ્યાન જ્યાં ખાદ્ય પદાર્થોનો સ્ટૉક થતો હતો ત્યાં જ યુરિનલ, ખાવાનું બનાવવાની અને વાસણો ધોવાની જગ્યામાં અસ્વચ્છતા અને અન્ય ત્રુટિઓ જણાઈ આવતાં એનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ ઉપરાંત બ્લિન્ક કૉમર્સ પ્રાઇવેટ લિમિટેડના ચેમ્બુરના પેસ્તમસાગરમાં આવેલા યુનિટનું લાઇસન્સ, ઘાટકોપર-વેસ્ટમાં સ્ટેશનની સામે આવેલી વિશ્વાસ સ્વીટ્સ ઍન્ડ સ્નૅક્સ, વિદ્યાવિહાર-વેસ્ટના કિરોલ રોડ પર આવેલી A-1 જનરલ ઍન્ડ ડ્રાયફ્રૂટ્સ, વરલીની મિલન પંજાબ અને મલાડ-ઈસ્ટની સદ્ગુરુ સ્વીટ્સનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
